અમદાવાદ જિલ્લાના 13 ગામોને વૃંદાવન ગ્રામ યોજના હેઠળ સાલ કોલેજને સોંપાશે
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ ડીઆરડીએ અને સાલ સ્કૂલ ઓફ આર્કિટૈક્ચર કોલેજ વચ્યે વૃંદાવન ગ્રામ યોજના હેઠળ એક MOU પર હસ્તાક્ષર
અમદાવાદ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની અખબારી યાદી માં જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ ડીઆરડીએ અને સાલ સ્કૂલ ઓફ આર્કિટૈક્ચર કોલેજ વચ્યે વૃંદાવન ગ્રામ યોજના હેઠળ એક MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
જેમાં અમદાવાદ જિલ્લાના ૧૩ ગામ જેવાકે લીલાપુર, ભોયણી, આકરું, ઓતરિયા, ભડીયાદ, અર્ણેજ, રામપુર, રણોડા અને સેખડી, ચલોડા, રજોડા, હાંસલપુર, ગોરીયા, રામપુર ( સાણંદ) આ ગામોને સાલને સોંપવામા આવ્યા હતા.
આ ગામોમાં સર્વેક્ષણ અને માળખાકીય સુવિધાઓનું વિશ્લેષણ કરી અને ડિઝાઇન તૈયાર કરવાનું કાર્ય કોલેજ ના આચાર્યા શ્રીમતિ ડૉ. રમનજ્યોત શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ કોલેજના ચોથા વર્ષના ૪૭ જેટલા વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો એ સાથે મળીને ૧૩ જૂથમાં આ કાર્યનો પ્રોજેકટ અહેવાલ ઉચ્ચ અધિકારી સાથે નિયમિત મિટિંગ અને ચર્ચાઑ કર્યા પછી ડીઆરડીએની કચેરીએ આ પ્રોજેકટ અહેવાલ સુપરત કરવામાં આવ્યો હતો.
સાલ સ્કૂલ ઓફ આર્કિટૈક્ચરના વિદ્યાર્થીઓ અને ડીઆરડીએ માટે સંસ્થાકીય સ્તરે આવો પ્રોજેકટ પ્રથમ લેવામાં આવ્યો છે. અને ચોક્કસ સમય મર્યાદામાં સારી રીતે સંચાલિત કરીને ચલાવવામાં આવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી શ્રીમાન અનિલ ધામેલિયા સાહેબ દ્વ્રારા આ પ્રોજેકટ અહેવાલની ખુબજ પ્રશંસા કરવામાં આવી હતી . અમદાવાદ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ઇલા સહદેવ (ચૌહાણ) જણાવે છે કે આ સંગઠને સમાજના વિકાસ માટે ઘણા નવા દરવાજા ખોલ્યા છે. ૧૮ જુલાઈ ૨૦૨૨ના રોજ કોલેજ દ્વ્રારા જિલ્લા વિકાસ સત્તામંડળને અંતિમ અહેવાલ સોપવામાં આવ્યો હતો.