1300 કરોડનું દાણચોરીનું સોનું ઘુસાડનાર એક શખ્સની અટક
અમદાવાદ, છેલ્લા કેટલાક વર્ષોથી દુબઈથી ભારતમાં ગેરકાયદેસર રીતે સોનુ લાવવામાં આવી રહ્યું હતું. આ અંગેની જાણ કસ્ટમ વિભાગને થઇ હતી. જેના પગલે તેમણે વોચ રાખીને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ કરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. અને પાંચ ઈસમોને કસ્ટમ અધિકારી સમક્ષ હાજર થવા નોટિસો મોકલો હતી. પરંતુ તેનો કોઈ જવાબ ન આવતા તેમને ભાગેડુ જાહેર કરીને કાફેપોસો હેઠળ કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો હતો. આ અંગે અમદાવાદ શહેર પોલિસ કમિશનર સમક્ષ રજૂઆત કરીને તેમની વિગતો આપવામાં આવી હતી હતી. જે અંગે પોલીસની ટિમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પી આઈ એ વાય બલોચની ટીમને પાંચ આરોપીઓમાંથી એક ભાર્ગવ કનુભાઈ તંતી (પ્લેઝન્ટ રેસીડેન્સી, નિકોલ) અમરેલી ના ઇંગોરાળા ગામે સંતાયો હોવાની બાતમી મળતાં તેને ઝડપી લેવાયો હતો. ભાર્ગવે વર્ષ 2013 થી 2018 દરમિયાન દુબઈની 46 ટ્રીપો મારી હતી. પોલીસે હવે બાકીના આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.