Western Times News

Gujarati News

AMC સમક્ષ રખડતા ઢોર-કૂતરાઓ માટે એક મહિનામાં ૧૩૪૬ ફરિયાદો

પ્રતિકાત્મક

રખડતાં ઢોર કરતાં કૂતરાઓ માટે ફરિયાદોની સંખ્યા વધારે

(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ અમદાવાદ શહેરમાં રખડતાં ઢોર પકડવા ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પાે.દ્વારા રોજ ખૂબ જ મોટી સંખ્યામાં રખડતા ઢોર પકડવામાં આવે છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે શહેરના નાગરિકો દ્વારા ઓક્ટોબર મહિનામાં સીએનસીડી વિભાગમાં રખડતાં ઢોર કરતાં કૂતરાઓ માટે વધુ ફરિયાદ કરવામાં આવી છે. ઓક્ટોબર મહિનામાં રખડતાં ઢોર માટે ૩૯૧ ફરિયાદ સામે કૂતરાઓ માટે ૯૫૫ ફરિયાદ થઈ છે. 1346 complaints before AMC for stray cattle and dogs in one month

સ્માર્ટ સિટી અમદાવાદ રખડતાં કૂતરાઓની સમસ્યા વર્ષાેજૂની છે. છેલ્લાં દોઢ દાયકાથી શહેરના નાગરિકો રખડતાં કૂતરાઓથી પરેશાન છે. સાથે સાથે રખડતાં ઢોરની સમસ્યા પણ વધી રહી છે. ગુજરાત હાઈકોર્ટની આકરી ટીકા બાદ મ્યુનિ.તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ થઈ છે. જ્યારે શહેરી કૂતરાઓ માટે ખસીકરણ કરવામાં આવી રહ્યા છે પરંતુ તેના ધાર્યા પરિણામ મળતાં નથી.

જેના કારણે નાગરિકો ત્રસ્ત બની રહ્યાં છે. શહેરના તમામ વિસ્તારમાં રખડતાં કૂતરાની સમસ્યા વધી રહી છે. જે બાબત સીએનસીડી વિભાગ સમક્ષ નાગરિકોએ કરેલી ફરિયાદ ફલિત થાય છે. શહેરના મધ્ય ઝોનના જમાલપુર વોર્ડમાં એક મહિનામાં રખડતાં કૂતરાઓ માટે ૨૫ અને દરિયાપુર વોર્ડમાંથી ૧૫ ફરિયાદો થઈ હતી. જ્યારે ઉ.પ. ઝોનના બોડકદેવ વોર્ડમાં રખડતાં ઢોર માટે ૩૮ ફરિયાદો કરવામાં આવી હતી.

દક્ષિણ ઝોનના ઈસનપુર વોર્ડમાં ૩૫ અને ખોખરા વોર્ડમાં ૨૦ ફરિયાદ રખડતાં કૂતરા માટે નોંધાઈ છે. જ્યારે દ.પ. ઝોનના સરખેજ વોર્ડમાં ૧૪, પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં ૨૨ અને સાબરમતી વોર્ડમાં ૨૮ ફરિયાદ છેલ્લા એક મહિના દરમિયાન રખડતાં કૂતરા માટે નોંધવામાં આવી છે. જેની સામે ઉત્તર ઝોનના નરોડા વોર્ડમાં રખડતાં ઢોર માટે ૨૪, સૈજપુર બોઘા વોર્ડમાં ૩૬, સરદારનગર વોર્ડમાં ૨૩ ફરિયાદ નાગરિકો દ્વારા કરવામાં આવી છે. ઉ.પ. ઝોનના ઘાટલોડિયા વોર્ડમાં ૧૫ અને ગોતા વોર્ડમાં ૨૨ ફરિયાદ નાગરિકોએ કરી છે.

પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાંથી રખડતાં કૂતરા માટે ૧૨ અને રખડતાં ઢોર માટે ૧૫, જ્યારે સાબરમતી વોર્ડમાં રખડતાં ઢોર માટે ૧૨ અને કૂતરા માટે ૨૮ ફરિયાદો નાગરિકો દ્વારા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.