કુરનૂલમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કરઃ ૧૪ના મોત
વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લામાં એક યાત્રી બસ અને ટ્રક વચ્ચે ભિડંત થઇ. દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા છે અને ૪ લોકોને ઇજા પહોંચી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ નષ્ટ થઇ ગયો હતો. 14 Killed In Kurnool (AP) Bus Accident- 4 Survivors Are Children.
જાણકારી અનુસાર કુરનૂલના વેલદુર્તી મંડળના મદરપુર ગામ પાસે આજે સવારે રોડ અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ જે દ્રશ્ય સામે આવ્યા તેના પરથી અંદાજાે લગાવી શકાય કે અકસ્માત કેટલો ભયંકર હતો. ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાવવામાં આવ્યા છે. તમામ પીડિત ચિતુર જિલ્લાના મદનપલ્લીના રહેવાસી હતી.
અકસ્માત એટલી ભયાનક હતો કે બસનો આગળનો ભાગ નષ્ટ થઇ ગયો હતો. ટ્રક સાથે ટક્કર થતાં બસ પલટી ખાઇ ગઇ હતી. આ દરમિયાન મુખ્યમંત્રી વાઇએસ જગન મોહન રેડ્ડીએ રોડ અકસ્માતમાં લોકોના મોતને લઇને શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ વાઇએસ જગન મોહન રેડ્ડીએ રોડ અકસ્માત દુર્ઘટનામાં લોકોના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ બચેલા લોકોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા છે.