140 કિમીની ઝડપે કાર દોડાવીને લાઈવ કર્યું: 4 યુવાનોના મોત
અમદાવાદ, ‘અમે કેવી ઝડપી કાર દોડાવીએ છીએ એવા દેખાડામાં મોત’ની થથરાવી મૂકે તેવી ઘટના ગુજરાતના આણંદ વાસદમાં બની છે જેમાં ખતરનાક સ્પીડે ચાલી રહેલી કારના ભયાનક એક્સિડન્ટમાં ચાર યુવાનોના દર્દનાક મોત થયાં હતા. સાત યુવાનો કારમાં મુંબઈથી પાછા આણંદ આવતાં હતા.
યુવાનોએ ૧૪૦ કિમીની ઝડપે કાર ભગાવી હતી અને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું. ઓવરટેક કરવા છતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને કાર ટકરાઈ હતી જેમાં ૪ યુવાનોના મોત થયાં હતા તથા બીજા ઘાયલ થયાં હતા. આ ઘટના ઈન્સ્ટાગ્રામ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી હતી, અને ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ફરતી થઈ રહી છે.
લાઈવ ઈન્સ્ટાગ્રામ વિડિયોમાં, યુવકો પાર્ટી કરતા, જોરથી મ્યુઝિક પર ડાન્સ કરતાં જોવા મળતાં હતા. ડ્રાઈવરે ભગાવેલી કારનો કાંટો ૧૪૦ કિમી ઉપર હોવાનું પણ જોઈ શકાતું હતું. અચાનક, ડ્રાઈવરે એક પછી એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો તેમાં કાર અથડાઈ હતી અને ગંભીર એક્સિડન્ટ થયો હતો. મળતી માહિતી અનુસાર, યુવાનો કારમાં મુંબઈથી પાછા આણંદ આવતાં હતા.
યુવાનોએ ૧૪૦ કિમીની ઝડપે કાર ભગાવી હતી અને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું. ઓવરટેક કરવા છતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને કાર ટકરાઈ હતી જેમાં ૪ યુવાનોના મોત થયાં હતા તથા બીજા ઘાયલ થયાં હતા.
બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવા બદલ ઓવર સ્પીડિંગ કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં જે ડ્રાઈવર ૧૪૦ કિમીની ઝડપે કાર દોડાવતો હતો તેનો બચાવ થયો છે.