Western Times News

Gujarati News

1419 કરોડનું સહાય પેકેજ રાજ્યના ખેડૂતો માટે જાહેર કરાયું

૩૩ ટકાથી વધુ નુકસાન હશે તેમને નિયમ પ્રમાણે મળશે મદદ ઃ ૨૦ જિલ્લાના ૧૩૬ તાલુકાના ખેડૂતોનો આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો

ગાંધીનગર, ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને હાલ ખેડૂતોનો પકવેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે, ગત વર્ષે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ખેડૂતોને આજીવિકાનો અન્ય કોઈ સ્ત્રોત ન હોવાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે અને દેવાના બોજ તળે દબાયા છે. ત્યારે હવે રાજ્યના કૃષિમંત્રી દ્વારા ખેડૂતો માટે ૧૪૧૯.૬૨ કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના બજેટમાંથી ૩૬૨ કરોડની સહાય આપવામાં આવશે.

ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ઓગસ્ટમાં વરસેલા વરસાદના કારણે જે ખેડૂતોનો મુખ્ય પાક જેવા કે ડાંગર, સોયાબીન, મગફળી જેવા પાક બગડી જતાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો, તેવા ખેડૂતો માટે સહાય ૧૪૧૯.૬૨ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૨૦ જિલ્લાના ૧૩૬ તાલુકાના ખેડૂતોનો આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ ૨૨ હજાર રૂપિયાની સહાય અને બિન પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ ૧૧ હજારની સહાય આપવામાં આવશે.

કૃષિમંત્રીના જણાવ્યા અનુસાર, ૬ હજારથી વધુ ગામોના આશરે ૭લાખ ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળી શકશે. નોંધનીય છે કે, ૮ લાખ હેકટર જેટલા વિસ્તારમાં ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય તેમાં નિયમો હેઠળ સહાય ચુકવવામાં આવશે. આ સહાય પેકેજ ફક્ત ઓગસ્ટ મહિનામાં વરસેલા વરસાદમાં થયેલાં નુકસાન માટે જ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પાછોતરા વરસાદને લઈને થયેલાં પાક નુકસાન વિશે પણ સર્વે કરવામાં આવશે. તેમજ તે અંગે પણ ખેડૂતોને સહાય માટે રાજય સરકાર વિચાર કરશે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર, રાહત મેળવવા માટે ખેડૂતોએ ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ખેડૂતની સાતબાર, બેન્ક એકાઉન્ટની વિગત, અને આધાર નંબર સાથે ખેડૂતોએ અરજી કરવાની રહેશે.

ઓગસ્ટ મહિનામાં થયેલા વરસાદના નુકસાન માટે રાજ્યના અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, સુરત, વડોદરા, પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દ્વારકા, ખેડા, આણંદ, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, ડાંગ, ભરૂચ, પાટણ અને છોટા ઉદેપુર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિવાળી બાદ ખેડૂતોને આ સહાય પહોંચાડવામાં આવશે.

આ સહાયનો ૪ લાખ ૧૯ હજાર જેટલા ખેડૂતોને લાભ મળશે. જીડ્ઢઇહ્લ સહિત ટોપઅપ રકમની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. ઓગસ્ટ માસમાં પડેલા વરસાદથી થયેલ નુકસાનીને રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. નોંધનિય છે કે, પાછોતરા વરસાદમાં થયેલ પાક નુકસાનીનો પણ સર્વે કરાશે. તૈયાર પાકો પર પડેલા વરસાદના કારણે થયેલ નુકસાનીનો સર્વે પણ કરવામાં આવશે. જે તાલુકામાં પાછોતરો વરસાદ થયો છે ત્યા ફાઈનલ સર્વે કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછોતરા વરસાદથી નુકસાનનો સર્વે કરવાનો નિર્દેશ આપ્યો છે. તૈયાર પાક પલળી ગયા અથવા ઢળી ગયા હોય તેનો પણ સર્વે કરાશે. તૈયાર પાક પાણીમાં તણાઈ ગયા હોય તો તેનો પણ સર્વે થશે. નોંધનિય છે કે, બિન પિયતમાં પ્રતિ હેક્ટર ૧૧ હજારની સહાય કરવામાં આવશે. પિયત પાકોમાં પ્રતિ હેક્ટર ૨૨ હજારની સહાય કરાશે.

પિયત પાકોમાં જીડ્ઢઇહ્લના ૧૭ હજાર, રાજ્ય સરકારના ૫ હજાર અપાશે. ચોમાસામાં રાજ્ય સરકારે નુકસાનીનો રિપોર્ટ કેંદ્ર સરકારને સોંપ્યો છે. ખેતી નુકસાન, રોડ-રસ્તા, સિંચાઈના નુકસાનનો રિપોર્ટ કેંદ્રને સોંપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.