ગુજરાત-રાજસ્થાન સરહદેથી ૧૪૩ કિલો ચાંદી ઝડપાઇ
અંબાજી, બનાસકાંઠામાં બિનહિસાબી ૧૪૩ કિલો ચાંદી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાત-રાજસ્થાન સરહદેથી ચાંદીનો મોટો જથ્થો મળી આવ્યો છે.
અહીં માવલ ચોકી પાસેથી ૧૪૩ કિલો ૨૦૦ ગ્રામ ચાંદી મળી આવી હતી. આ સંદર્ભે પોલીસ દ્વારા બસમાં સવાર એક યુવકની અટકાયત કરવામાં આવી છે.
આટલા મોટા પ્રમાણમાં બિનહિસાબી ચાંદી મળી આવતાં બસને આબુરોડ રિકો પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી અને બસમાં સવાર મુસાફરોને અન્ય વાહનમાં મોકલવામાં આવ્યા હતા. ગુજરાત-રાજસ્થાન બોર્ડર માવલ ચોકી પર રીકો પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી આશરે ૧૪૩ કિલો ૨૦૦ ગ્રામ ચાંદી મળી આવી હતી. લગભગ ૯ નાના-મોટા પેકેટમાં ચાંદી લઈ જવામાં આવી રહી હતી. ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસ ઉત્તર પ્રદેશથી ગુજરાત જઈ રહી હતી. આ દરમિયાન ચાંદીની પાટો મુસાફરની સીટ નીચે છુપાવીને રાખવામાં આવી હતી. આટલા મોટા પ્રમાણમાં ચાંદી મળી આવતાં બસમાં સવાર એક યુવકની અટકાયત કરવામાં આવી છે.
જ્યારે બસમાં સવાર મુસાફરોને અન્ય વાહનમાં મોકલવામાં આવ્યા હતા અને બસને બસને આબુરોડ રિકો પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. નોંધનીય છે કે, બોર્ડર પરથી ચાંદીનો જથ્થો ઝડપાયો તે પહેલા ગઇકાલે ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી ૫ કરોડ ૯૪ લાખની રોકડ રકમ ઝડપાતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
બુધવારે માવલ ચોકી પરથી બે કાર પકડાઇ હતી, આ બે કારમાંથી ૫ કરોડ ૯૪ લાખની રોકડ રકમ મળી આવી હતી. રોકડ સાથે અમદાવાદના ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. હાલ ગુજરાત પોલીસ સાથે જાેધપુર આઇટી વિભાગની ટીમ પણ તપાસમાં જાેડાઇ છે. આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી અને ક્યાં મોકલવાની હતી તે અંગેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.SS1MS