Western Times News

Gujarati News

૧ર૦૦ જેટલા ખલાસી ભાઈઓ ભગવાન જગદીશનો રથ ખેંચશેઃ ગૃહમંત્રી મંગળા આરતી કરશે

પંહિંદ વિધિ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરશે: શુક્રવારે સવારે ચાર કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે

રથયાત્રામાં ૩૦,૦૦૦ કિલો મગ, પ૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી, દાડમ તથા ર લાખ ઉપર્ણા પ્રસાદમાં અપાશે: ૧૮ શણગારેલા ગજરાજાે, ૧૦૧ ટ્રકો, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ, ર૦૦૦ સાધુ સંતો રથયાત્રાનું મુખ્ય આકર્ષણ રહેશે -૧ર૦૦ જેટલા ખલાસી ભાઈઓ ભગવાનના રથ ખેંચશે

શહેરમાં શુક્રવારે પરંપરાગત રીતે યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪પમી રથયાત્રા

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક તથા પારંપરિક દિવ્ય ૧૪પમી રથયાત્રા તા.૧/૭/ર૦રરને શુક્રવારે નીકળશે. રથયાત્રાની પરંપરા મુજબ બધા જ શ્રધાળુ લોકો એમાં હર્ષોલ્લાસથી ભાગ લઈ પ્રેમ ભક્તિ, સદભાવના, ભાઈચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવે તેવી શ્રી જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજે લોકોને અપીલ કરી છે. (તમામ તસવીરોઃ જયેશ મોદી)

આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા એ જણાવ્યું હતું કે શહેરના પોલીસ કમિશ્નરએ ટ્રસ્ટ કમીટીની અરજીને ધ્યાનમાં લઈ રથયત્રાની પરવાનગી આપી છે. રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે. જેના અગ્રભાગમાં ૧૮ શણગારેલા ગજરાજાે,

 

View this post on Instagram

 

A post shared by Western Times (@westerntimesguj)

ત્યાર પછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ સાથે ૩ બેન્ડવાજાવાળા રહેશે. સાધુસંતો, ભક્તો સાથે ૧૦૦૦ થી ૧ર૦૦ જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચતા રહેશે. દેશભરમાંથી ર૦૦૦ જેટલા સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે ભાગ લેવા આવે છે.


પરમ પુનિત, સાંસ્કૃતિક એવં ઐતિહાસિક રથયાત્રા પ્રારંભની વિધિ જેને “પહિંદ” કહેવામાં આવે છે તે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે. આ વર્ષે રથયાત્રાના દિવસે સવારે મંગળા આરતી પછી આદિવાસી નૃત્ય અને રાસ ગરબાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

સમગ્ર રથયાત્રા દરમ્યાન ૩૦,૦૦૦ કિલો મગ, પ૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા ર લાખ ઉપેર્ણા પ્રસાદમાં અપાશે.

તા.ર૯.૬.ર૦રર બુધવાર ઃ સવારે ૮.૦૦ વાગે ભગવાન શ્રી જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીનું ગર્ભ ગૃહમાં પ્રવેશ તથા નેત્રોત્સવ પૂજા વિધિઃ પછી વૈદિક મંત્રોચ્ચાર કરી ભગવાનના આંખે પાટો બાંધવાની વિધિ કરવામાં આવશે. સવારે ૯.૩૦ વાગે ધ્વજારોહણવિધિ જેમા મુખ્ય અતિથિ શ્રી સી.આર. પાટીલ- અધ્યક્ષ ભાજપ, ગુજરાત ઉપસ્થિત રહેશે. સવારે ૧૧.૦૦ વાગે સંતોનુ સન્માન જેમાં મુખ્ય અતિથિ નિતીનભાઈ પટેલ- પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગુજરાત ઉપસ્થિત રહેશે.

જયારે તા.૩૦/૬/રર ગુરૂવારના રોજ સવારે ૧૦.૩૦ વાગે સોનાવેષના દર્શન અને ગજરાજપૂજન. બપોરે ૩.૦૦ વાગે મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પુજન વિધિ. સાંજે ૪.૦૦ વાગે શહેર શાન્તિ સમિતિની મુલાકાત. સાંજે ૬.૦૦ વાગે ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત રાજય દ્વારા વિશિષ્ટા પૂજા અને આરતી સાંજે ૮.૦૦ વાગે મહાઆરતી. તા.૧/૭/ર૦ર૦ શુક્રવારે સવારે ૪.૦૦ વાગે મંગળા આરતી

જેમાં મુખ્ય અતિથિ અમિતભાઈ શાહ (ગૃહમંત્રી ભારત સરાકર) ઉપસ્થિત રહેશે. સવારે ૪.૩૦ વાગે વિશિષ્ટ ભોગ (ખિચડી) ભગવાનને ધરાવાશે. સવારે પ.૦૦ વાગે ભગવાન શ્રી જગન્નાથજીનો અતિપ્રિય આદિવાસી નૃત્ય અને રાસ ગરબા, ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવાની વિધિ. સવારે પ.૪પ વાગે રથમાં ભગવાનનો પ્રવેશ કરાશે સવારે ૭.૦પ વાગે રથયાત્રાનો શુભારંભ થશે.

રથયાત્રાના દિવસે તા.૧/૭/ર૦રર ના રોજ મંગળા આરતી તથા રથ પ્રસ્થાન વિધિમાં દર્શનાર્થે આવતા દર્શાનાર્થીઓ માટે પાર્કીંગ વ્યવસ્થા એ.પી.એમ.સી માર્કેટ- જમાલપુર ખાતે રાખવામાં આવેલ છે. શ્રી જગન્નાથજી મંદિરની વેબ-સાઈટ ુુુઉપર ઓન લાઈન દર્શનનો લાભ લઈ શકાશે.

અમદાવાદ શહેર અને શહેરના બહાર વસતા શ્રદ્ધાળુઓ રથયાત્રા સારી રીતે જાેઈ શકે તે માટે રથયાત્રાના અગત્યના સ્થળોનો સમય પત્ર નીચે પ્રમાણે છે.

તા.૧/૭/ર૦રર શુક્રવાર ઃ સવારે ૭.૦પ મંદિરથી રથયાત્રાનો શુભારંભ ૯.૦૦ વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન, ૯.૪પ વાગ્યે રાયપુર ચકલા, ૧૦.૩૦ ખાડીયા ચાર રસ્તા, ૧૧.૧પ કાલુપુર સર્કલ, ૧ર-૦૦ સરસપુર, ૧.૩૦ સરસપુરથી પરત, ર.૦૦ કાલુપુર સર્કલ, ર.૩૦ પ્રેમ દરવાજા, ૩.૧પ દિલ્હી ચકલા, ૩.૪પ શાહપુર દરવાજા, ૪.૩૦ આર.સી.હાઈસ્કૂલ, પ.૦૦ ઘીકાંટા, પ.૪પ પાનકોર નાકા, ૬.૩૦ માણેકચોક ૮.૩૦ નીજ મંદિરે પરત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.