Western Times News

Gujarati News

2014માં 146 Mn. ટન દૂધનું ઉત્પાદન હતું, તે વધીને 210 Mn. ટન થઈ ગયું

PM at the inauguration of the International Dairy Federation World Dairy Summit (IDF WDS) 2022, organised at India Expo Centre & Mart, Greater Noida on September 12, 2022. The Union Minister for Fisheries, Animal Husbandry and Dairying, Shri Parshottam Rupala, the Chief Minister of Uttar Pradesh, Shri Yogi Adityanath and other dignitaries are also seen.

પ્રધાનમંત્રીએ ગ્રેટર નોઈડામાં ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું-“ભારતનું ડેરી સેક્ટર ‘સામૂહિક ઉત્પાદન’ કરતાં ‘વધુ વધુ “જનતા દ્વારા ઉત્પાદન ‘ દ્વારા વર્ગીકૃત થયેલ છે”

“ડેરી સહકારી સંસ્થાઓ દેશના બે લાખથી વધુ ગામડાઓમાં લગભગ બે કરોડ ખેડૂતો પાસેથી દિવસમાં બે વખત દૂધ એકત્ર કરે છે અને તેને ગ્રાહકો સુધી પહોંચાડે છે”

“ગ્રાહકો પાસેથી મળેલા 70 ટકાથી વધુ પૈસા સીધા ખેડૂતને જાય છે” -“મહિલાઓ ભારતના ડેરી ક્ષેત્રની વાસ્તવિક આગેવાનો છે” -“સાડા આઠ લાખ કરોડ રૂપિયાથી વધુ, ડેરી ક્ષેત્ર ઘઉં અને ચોખાના ઉત્પાદનના સંયુક્ત મૂલ્ય કરતાં વધુ છે”

“ભારતે 2014માં 146 મિલિયન ટન દૂધનું ઉત્પાદન કર્યું હતું. તે હવે વધીને 210 મિલિયન ટન થઈ ગયું છે. એટલે કે લગભગ 44 ટકાનો વધારો”-“ભારતીય દૂધ ઉત્પાદન 2 ટકા વૈશ્વિક વૃદ્ધિ સામે 6 ટકા વાર્ષિક દરે વધી રહ્યું છે”

PM addressing at the inauguration of the International Dairy Federation World Dairy Summit (IDF WDS) 2022, organised at India Expo Centre & Mart, Greater Noida on September 12, 2022.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​ગ્રેટર નોઈડાના ઈન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટ ખાતે આયોજિત ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ (IDF WDS) 2022નું ઉદ્ઘાટન કર્યું હતું.

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે આજે ડેરીની દુનિયાના તમામ મહાનુભાવો ભારતમાં એકઠા થયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વ ડેરી સમિટ વિચારોના આદાન-પ્રદાન માટે એક મહાન માધ્યમ બનવા જઈ રહી છે. “ડેરી ક્ષેત્રની સંભવિતતા માત્ર ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપે છે, પરંતુ વિશ્વભરના કરોડો લોકો માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત પણ છે”,એમ તેમણે કહ્યું.

Gathering at the inauguration of the International Dairy Federation World Dairy Summit (IDF WDS) 2022, organised at India Expo Centre & Mart, Greater Noida on September 12, 2022. PM addressing on the occasion.

પ્રધાનમંત્રીએ ભારતના સાંસ્કૃતિક લેન્ડસ્કેપમાં ‘પશુ ધન’ અને દૂધ સંબંધિત વ્યવસાયની કેન્દ્રીયતાને રેખાંકિત કરી હતી. આનાથી ભારતના ડેરી ક્ષેત્રને ઘણી વિશિષ્ટ વિશેષતાઓ મળી છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે વિશ્વના અન્ય વિકસિત દેશોથી વિપરીત, ભારતમાં ડેરી ક્ષેત્રનું પ્રેરક બળ નાના ખેડૂતો છે. ભારતનું ડેરી સેક્ટર “સામૂહિક ઉત્પાદન” કરતાં વધુ “જનતા દ્વારા ઉત્પાદન” દ્વારા વર્ગીકૃત થયેલ છે. એક, બે કે ત્રણ પશુઓ સાથે આ નાના ખેડૂતોના પ્રયાસોના આધારે ભારત સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. આ સેક્ટર દેશમાં 8 કરોડથી વધુ પરિવારોને રોજગાર પૂરો પાડે છે, એમ તેમણે જણાવ્યું હતું.

ભારતીય ડેરી પ્રણાલીની બીજી વિશિષ્ટ વિશેષતા સમજાવતા, પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે ભારતમાં ડેરી સહકારીનું આટલું વિશાળ નેટવર્ક છે, અને સમગ્ર વિશ્વમાં આવું ઉદાહરણ બીજે ક્યાંય જોવા મળતું નથી. શ્રી મોદીએ કહ્યું કે આ ડેરી સહકારી મંડળીઓ દેશના બે લાખથી વધુ ગામડાઓમાં લગભગ બે કરોડ ખેડૂતો પાસેથી દિવસમાં બે વખત દૂધ એકત્ર કરે છે અને તેને ગ્રાહકો સુધી પહોંચાડે છે. પ્રધાનમંત્રીએએ હકીકત તરફ સૌનું ધ્યાન દોર્યું હતું કે સમગ્ર પ્રક્રિયામાં કોઈ વચેટિયા નથી અને ગ્રાહકો પાસેથી 70 ટકાથી વધુ નાણાં સીધા ખેડૂતોના ખિસ્સામાં જાય છે. “સમગ્ર વિશ્વમાં આ ગુણોત્તર અન્ય કોઈ દેશમાં નથી”, એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું. તેમણે ડેરી સેક્ટરમાં પેમેન્ટની ડિજિટલ સિસ્ટમની કાર્યક્ષમતાને પણ રેખાંકિત કરી હતી અને કહ્યું હતું કે તેમાં અન્ય દેશો માટે ઘણા પાઠ છે.

પ્રધાનમંત્રીના મતે અન્ય એક વિશિષ્ટ વિશેષતા એ છે કે સ્વદેશી જાતિઓ અનેક પ્રતિકૂળ સંજોગોનો સામનો કરી શકે છે. તેમણે ગુજરાતના કચ્છ પ્રદેશની બન્ની ભેંસની મજબૂત ભેંસની જાતિનું ઉદાહરણ આપ્યું. તેમણે ભેંસની અન્ય જાતિઓ જેવી કે મુર્રાહ, મહેસાણા, જાફરાબાદી, નિલી રવિ અને પંઢરપુરી વિશે પણ વાત કરી; ગાયની જાતિઓમાં, તેમણે ગીર, સાહિવાલ, રાઠી, કાંકરેજ, થરપારકર અને હરિયાણાનો ઉલ્લેખ કર્યો.

બીજી એક વિશિષ્ટ લાક્ષણિકતા તરીકે, પ્રધાનમંત્રીએ ડેરી ક્ષેત્રે મહિલાઓની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો, પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે ભારતના ડેરી ક્ષેત્રના કર્મચારીઓમાં મહિલાઓનું 70% પ્રતિનિધિત્વ છે. “મહિલાઓ ભારતના ડેરી ક્ષેત્રની વાસ્તવિક આગેવાનો છે”, તેમણે ઉમેર્યું, “માત્ર આટલું જ નહીં, ભારતમાં ડેરી સહકારી સંસ્થાઓના ત્રીજા ભાગથી વધુ સભ્યો મહિલાઓ છે.” તેમણે કહ્યું કે, સાડા આઠ લાખ કરોડ રૂપિયાથી વધુ, ડેરી ક્ષેત્ર ઘઉં અને ચોખાના સંયુક્ત મૂલ્ય કરતાં વધુ છે. આ બધું ભારતની મહિલા શક્તિ દ્વારા સંચાલિત છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે 2014થી ભારતના ડેરી ક્ષેત્રની સંભાવનાને વધારવા માટે અવિરતપણે કામ કર્યું છે. આનાથી દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે અને ખેડૂતોની આવકમાં વધારો થયો છે. “ભારતે 2014માં 146 મિલિયન ટન દૂધનું ઉત્પાદન કર્યું હતું. તે હવે વધીને 210 મિલિયન ટન થઈ ગયું છે. એટલે કે લગભગ 44 ટકાનો વધારો,”એના પર પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે વૈશ્વિક સ્તરે 2 ટકાના ઉત્પાદન વૃદ્ધિની તુલનામાં, ભારત દૂધ ઉત્પાદન વૃદ્ધિ દર 6 ટકાથી વધુના સ્તરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર બ્લેન્ક્ડ ડેરી ઇકોસિસ્ટમ વિકસાવવા પર કામ કરી રહી છે જ્યાં ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે ક્ષેત્રોના પડકારોનો સામનો કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો માટે વધારાની આવક, ગરીબોનું સશક્તિકરણ, સ્વચ્છતા, રસાયણ મુક્ત ખેતી,

સ્વચ્છ ઊર્જા અને પશુઓની સંભાળ આ ઇકોસિસ્ટમમાં એકબીજા સાથે જોડાયેલી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગામડાઓમાં હરિયાળી અને ટકાઉ વૃદ્ધિના શક્તિશાળી માધ્યમ તરીકે પશુપાલન અને ડેરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય ગોકુલ મિશન, ગોબરધન યોજના, ડેરી સેક્ટરનું ડિજીટાઈઝેશન અને પશુઓનું સાર્વત્રિક રસીકરણ જેવી યોજનાઓ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ જેવા પગલાઓ તે દિશામાં પગલાં છે.

આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત ડેરી પ્રાણીઓનો સૌથી મોટો ડેટાબેઝ બનાવી રહ્યું છે અને ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા દરેક પ્રાણીને ટેગ કરવામાં આવી રહ્યા છે. “અમે પ્રાણીઓની બાયોમેટ્રિક ઓળખ કરી રહ્યા છીએ. અમે તેનું નામ રાખ્યું છે – પશુ આધાર”,એમ તેમણે કહ્યું.

શ્રી મોદીએ FPAs અને મહિલા સ્વ-સહાય જૂથો અને સ્ટાર્ટઅપ્સ જેવા વધતા ઉદ્યોગસાહસિક માળખા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ ક્ષેત્રે તાજેતરના સમયમાં 1000થી વધુ સ્ટાર્ટઅપ્સ જોયા છે. તેમણે ગોબરધન યોજનાની પ્રગતિ વિશે પણ વાત કરી અને કહ્યું કે ઉદ્દેશ્ય એવી પરિસ્થિતિ સુધી પહોંચવાનો છે કે જ્યાં ડેરી પ્લાન્ટ ગોબરમાંથી પોતાની વીજળી ઉત્પન્ન કરે. પરિણામે ખાતર ખેડૂતોને પણ મદદ કરશે.

ખેતી સાથે સામ્યતા દર્શાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પશુપાલન અને ખેતીને વિવિધતાની જરૂર છે અને મોનોકલ્ચર જ એકમાત્ર ઉપાય ન હોઈ શકે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આજે ભારત સ્વદેશી જાતિઓ અને સંકર જાતિઓ બંને પર સમાન ધ્યાન આપી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે તે આબોહવા પરિવર્તનને કારણે થતા નુકસાનના જોખમને પણ ઘટાડશે.

પ્રધાનમંત્રીએ અન્ય એક મોટી સમસ્યાને સંબોધિત કરી જે ખેડૂતોની આવકને અસર કરી રહી છે જે છે પશુઓના રોગો. “જ્યારે પ્રાણી બીમાર હોય છે ત્યારે તે ખેડૂતના જીવનને અસર કરે છે, તેની આવકને અસર કરે છે. તે પ્રાણીની કાર્યક્ષમતા, તેના દૂધની ગુણવત્તા અને અન્ય સંબંધિત ઉત્પાદનોને પણ અસર કરે છે”,એમ તેમણે ઉમેર્યું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ દિશામાં ભારત પ્રાણીઓના સાર્વત્રિક રસીકરણ તરફ કામ કરી રહ્યું છે. “અમે સંકલ્પ કર્યો છે કે 2025 સુધીમાં, અમે 100% પ્રાણીઓને ફુટ એન્ડ માઉથ ડિસીઝ અને બ્રુસેલોસિસ સામે રસી આપીશું. અમે આ દાયકાના અંત સુધીમાં આ રોગોથી સંપૂર્ણપણે મુક્ત થવાનું લક્ષ્ય રાખીએ છીએ,”એવી પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી.

પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું હતું કે તાજેતરના ભૂતકાળમાં લમ્પી નામના રોગને કારણે ભારતના ઘણા રાજ્યોમાં પશુધનનું નુકસાન થયું છે અને દરેકને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો સાથે, નિયંત્રણ રાખવા માટે તેના પર તેમના સ્તરે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. “આપણા વૈજ્ઞાનિકોએ લમ્પી સ્કીન ડિસીઝ માટે સ્વદેશી રસી પણ તૈયાર કરી છે”,એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ એ પણ નિર્દેશ કર્યો હતો કે રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે પ્રાણીઓની હિલચાલ પર નજર રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રાણીઓનું રસીકરણ હોય કે અન્ય કોઈ આધુનિક ટેકનોલોજી હોય, પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત તેના ભાગીદાર રાષ્ટ્રો પાસેથી શીખવાનો પ્રયત્ન કરતી વખતે ડેરીના ક્ષેત્રમાં યોગદાન આપવા માટે હંમેશા ઉત્સુક છે. “ભારતે તેના ખાદ્ય સુરક્ષા ધોરણો પર ઝડપથી કામ કર્યું છે”, એમ શ્રી મોદીએ ઉમેર્યું.

સંબોધનના સમાપનમાં, પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે ભારત એક ડિજિટલ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે જે પશુધન ક્ષેત્રની અંત-થી-અંતની પ્રવૃત્તિઓને કેપ્ચર કરશે. આ ક્ષેત્રને સુધારવા માટે જરૂરી સચોટ માહિતી પ્રદાન કરશે. આ સમિટ એવી ઘણી ટેક્નોલોજીને લઈને વિશ્વભરમાં થઈ રહેલા કામને આગળ ધપાવશે. પ્રધાનમંત્રીએ ઉપસ્થિત દરેકને આ ક્ષેત્ર સાથે સંબંધિત કુશળતા શેર કરવાની રીતો સૂચવવા વિનંતી કરી. “હું ડેરી ઉદ્યોગના વૈશ્વિક નેતાઓને ભારતમાં ડેરી ક્ષેત્રને સશક્ત બનાવવાની ઝુંબેશમાં જોડાવા આમંત્રણ આપું છું. હું ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનની પણ તેમના ઉત્કૃષ્ટ કાર્ય અને યોગદાન માટે પ્રશંસા કરું છું,”એમ કહી પ્રધાનમંત્રીએ સમાપન કર્યું.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગન, કેન્દ્રીય કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા રાજ્ય મંત્રી, ડૉ. શ્રી સંજીવ કુમાર બાલ્યાન, સંસદના સભ્યો, શ્રી સુરેન્દ્ર સિંહ નાગર અને ડૉ. મહેશ શર્મા, ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી પી બ્રાઝેલ અને ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનના ડાયરેક્ટર જનરલ, શ્રીમતી કેરોલિન ઇમોન્ડ આ પ્રસંગે ઉપસ્થિત હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.