રાજ્યમાં કુલ ૧૪૨૬ની જરુરીયાત સામે ૧૪૯૯ PHC કાર્યરત
વર્ષ ૨૦૧૧ની ગ્રામ્ય વસ્તીના માપદંડો મુજબ રાજ્યમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મળવાપાત્ર જગ્યાઓની સરખામણીએ ૭૩ જેટલા વધારે PHC દર્દીઓની સેવામાં કાર્યરત: આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
રાજ્યમાં ૩૬૫ સામુહિક આરોગ્ય કેન્દ્રોની જરુરિયાત સામે તમામ કાર્યરત : રાજ્યમાં સરેરાશ એક પણ CHCની ઘટ્ટ નથી-મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વર્ષ ૨૦૧૧ની ગ્રામ્ય વસ્તિના ધોરણો મુજબ ઉપલ્બધ રાજ્યમાં PHC અને CHCની ઉપલબ્ધ સંખ્યાના ઉત્તરમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે, રાજ્યમાં ૧૪૨૬ ની જરૂરીયાત સામે ૧૪૯૯ PHC અને ૩૬૫ સામુહિક આરોગ્ય કેન્દ્રોની જરૂરિયાત સામે તમામ કેન્દ્રો દર્દીઓની સેવામાં કાર્યરત હોવાનું જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની જરુરિયાત સામે ૭૩ જેટલા વધારે PHC દર્દીઓની સેવામાં કાર્યરત છે. જ્યારે રાજ્યમાં જરુરીયાત પ્રમાણે એકપણ CHC (સામુહિક આરોગ્ય કેન્દ્ર)ની ઘટ ન હોવાનું મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
વિધાનસભામાં મહેસાણા જિલ્લાની સ્થિતિમાં ૫૦ PHCની સામે ૬૩, ૧૪ CHCની જરૂરિયાત સામે ૧૯, રાજકોટમાં ૫૫ની સામે ૫૬ PHC જ્યારે ૧૪ની સામે ૧૮ CHC દર્દીઓની સેવામાં કાર્યરત છે.
અમરેલી જિલ્લમાં ૩૮ની સામે ૪૨ PHC તેમજ ૯ ની સામે ૧૩ CHC, પાટણ જિલ્લામાં ૫૦ ની સામે ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, જ્યારે ૧૩ ની સામે ૧૭ સામુહિક આરોગ્ય કેન્દ્રો, દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું છે.