15 ડિસેમ્બરના રોજ રાજકોટમાં પેન્શન અદાલતનું આયોજન
પશ્ચિમ રેેલવેના રાજકોટ ડિવિઝન ખાતે તા.15 ડિસેમ્બરના રોજ સવારે 11.00 કલાકે જગજીવનરામ રેલવે ઈન્સ્ટિટ્યુટ રાજકોટમાં પેન્શન અદાલતનું આયોજન કરેલ છે.
પેન્શન/ પારિવારીક પેન્શન અથવા સમાધાન સાથે સંબંધિત કોઈપણ ફરિયાદ બાબતે કોઠી કમ્પાઉન્ડ સ્થિત ડિવિઝનલ ઓફિસના સેટલમેન્ટ વિભાગને એક બંધ કવરમાં સંબંધિત દસ્તાવેજો સાથે તા.24 નવેમ્બર,2020 સુધી અરજી કરી શકાશે.
અરજીના ફોર્મેટમાં અરજદારનું નામ, વિભાગ,સ્ટેશન,પીપીઓ નં.,સેવા નિવૃતિની તારીખ,પેન્શન આપતી બેંકની વિગત,કેસની સંક્ષિપ્ત વિગત વ ગેરે.અરજી પોસ્ટ કરી શકાય છે.ઉક્ત તારીખ પછી કોઈપણ અરજી ધ્યાનમાં લેવાશે નહીં.
સંબંધિત તમામ પેન્શનરો ને વિનંતી છે કે ત્વરિત નિવારણ માટે આ પેન્શન અદાલતમાં પોતાના પેન્શન સંબંધિત તમામ કેસોના નિવારણ માટે અરજી કરે.