15 ફૂટ ઉંડા ખાડામાં પડેલી બાળકીને બચાવી લીધા બાદ એઈમ્સમાંથી રજા અપાઈ
બુલંદ શહેરમાં 15 ફૂટ ઉંડા ખાડામાંથી બાળકને બચાવ્યા બાદ બે અઠવાડિયા પહેલા ઉત્તર પ્રદેશ પોલીસે તેને બાળકીને એઈમ્સ હોસ્પિટલ નવી દિલ્હી ખાતે લઈ આવી હતી. તેણીને અસ્થિભંગ, મગજની ઇજા થઈ હતી, તે આખી પાણીમાં ડૂબી ગઈ હતી અને તેને કારણે તેના જમણા હાથ અને પગ પર હલનચલન બંધ થઈ ગઈ હતી.
જય પ્રકાશ નારાયણ એપેક્સ ટ્રોમા સેન્ટરના ડોકટરોએ તેમના 3 વર્ષીય દર્દી ચીક્કીને મંજૂરી આપી દીધી છે (બાળકીનું નામ કોઈને ખબર નથી તેથી અહીંના સ્ટાફ દ્વારા બોલાવવામાં આવે છે) અને મંગળવારે બપોરે તેને રજા આપી દીધી હતી. બાળકી તેની સારવારમાં લાગેલા ડોકટરો અને નર્સની ફેવરીટ બની ગઈ હતી. તેને રજા આપતી વખતે હોસ્પિટલનો સ્ટાફ ગદગદીત થઈ ગયો હતો. જો કે તેને જે સંસ્થામાં લઈ જવામાં આવશે ત્યાંથી રૂટીન ચેક અપ માટે એઈમ્સ લાવવામાં આવશે.
બાળકીને 25 સપ્ટેમ્બરના રોજ અમારી પાસે લાવવમાં આવી હતી અને અમે તેને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. અમે વિનંતી કરી છે કે અહીં દિલ્હીની એક સંસ્થામાં તેની સંભાળ લેવામાં આવે, કેમ કે તેમને હોસ્પિટલમાં ફોલો-અપ સારવારની જરૂર પડશે. તે શ્રેષ્ઠ છે જો બાળક પોતે જ રાજધાનીમાં હોય, જે તેના માટે સતત સારવારની મંજૂરી આપશે, ”એમ એઈમ્સમાં ન્યુરોસર્જન દિપક ગુપ્તાએ જણાવ્યું હતું.