બાંદ્રાથી ગોરેગાંવમાં રહેતા ૧૫ પરિવાર પોતાને બોલિવૂડ સમજે છેઃ રીચા
મુંબઈ, રિચા ચઢ્ઢા અને અલી ફઝલે નવી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે, ‘ગલ્સ વિલ બી ગર્લ્સ’. આ ફિલ્મને સન્ડાન્સ અને વિશ્વભરના ઘણા ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. પછી આ ફિલ્મ ગયા અઠવાડિયે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી હતી.
ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અલી ઝફર અને રિચા ચઢ્ઢાએ આ ફિલ્મ વિશે વાત કરી હતી. શુચિ તલાટીએ ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’થી ડિરેક્શન ક્ષેત્રે પ્રવેશ કર્યાે છે. આ એક એવી છોકરીની કહાણી છે જે પોતાની મા સાથેના અલગ પ્રકારના સંબંધ અને શિક્ષણ સાથે પોતાના પહેલા પ્રેમ વચ્ચે તાલમેલ જાળવવા સંઘર્ષ કરે છે.
ફિલ્મ માટે ફાયનાન્સરની કમી અંગે વાત કરતા અલીએ કહ્યું, “જ્યારે અમારે ફિલ્મ બનાવવી હતી, ત્યારે અમે ઘણા ઘણા અલગ અલગ લોકોનો સંપર્ક કર્યાે. આપણને સમજાય છે કે બધાને પોતાનાં પૈસા પાછા જોઈએ છે. આ એક રોકાણ જ છે. મોટી ફિલ્મો સાથે સુપર સ્ટાર જોડાયેલા હોય છે અને તમને ખાતરી હોય છે કે તમને કશુંક પાછું મળશે. અહીં તો તમને ફિલ્મનું નસીબ ખબર જ છે.”
જોકે, એક્ટિંગમાંથી પ્રોડક્શન ક્ષેત્રે આવેલાં આ કલાકારો ખુશ છે કે, તેઓ પોતાની ફિલ્મ સાથે અડી રહ્યા, “અમે વર્લ્ડ સિનેમામાં અમારો પગ જમાવવાની કોશિશ કરી રહ્યાં છીએ. તો આવી સમસ્યાઓ આવે એ સ્વાભાવિક છે. પરંતુ હું ખુશ છું કે અમે આ પ્રકારની સ્ક્રિપ્ટ તૈયાર કરી શક્યા.”
જ્યારે પહેલી વખત આ ફિલ્મનું ટ્રેઇલર યૂટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું ત્યારે લોકોએ કહેલું કે આ પ્રકારના વિષયની ફિલ્મ મેઇન સ્ટ્રીમ બોલિવૂડ ક્યારેય આડશે પણ નહીં. રિચાએ કહ્યું, “મને લાગે છે કે બોલિવૂડ પોતે જ એક મોટી કલ્પના છે.
બાંદ્રા અને ગોરેગાંવના ૧૫ પરિવારો વિચારે છે કે એ જ બોલિવૂડ છે. પણ આમ જુઓ તો બોલિવૂડનું કોઈ ભૌગોલિક સ્થાન નથી. ખરેખર તો, આ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. જેમાં પરિવર્તન થયા કરે છે અને વિકસતી રહે છે. જેમાં નવા લોકો ઉમેરાતા રહે છે.”આ ફિલ્મમાં પ્રીતિ પાનીગ્રહી, કની કસ્›તિ અને કેશવ બિનોય કિરન મુખ્ય કલાકારો છે.
રિચાએ દલીલ રજૂ કરી હતી કે એમેઝોન પ્રાઇમ વીડિયો જેવું મેઇનસ્ટ્રીમ માધ્યમ અમારી ફિલ્મ રિલીઝ કરવા તૈયાર થયું એ જ એક પરિવર્તન છે. “એક રીતે, એક મોટું પ્લેટફોર્મ આ પ્રકારની ફિલ્મને સ્થાન આપે એ પણ પરિવર્તન આવી રહ્યું હોવાનો સંકેત છે. ”SS1MS