અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી મળ્યું 15 કિલો સોનું
(એજન્સી)રાજકોટ,રાજકોટ અગ્નિકાંડને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર (ટીપીઓ) મનસુખ સાગઠિયાની ઓફિસનું સીલ ખોલતા જ તેમાથી કરોડોનો ખજાનો એસીબીને હાથે લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર, રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટીની તપાસ ચાલી રહી છે. ત્યારે હવે એક નવો જ ઘટસ્ફોટ થયો છે.
જેમાં પૂર્વ ટીપીઓ સાગઠિયાની ઓફિસનું સીલ એસીબીની ટીમ દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું. આ સીલ ખોલતા જ ઓફિસમાંથી કરોડો રૂપિયાનો દલ્લો મળ્યો હતો. એસીબીને ઓફિસમાંથી 5 કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું હાથ લાગ્યું હતું.
આગાઉ રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી એમ.ડી. મનસુખ સાગઠિયાની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા. એસીબી દ્વારા ચાલતી તપાસમાં સાગઠિયા પાસેથી ૧૦.૫૫ કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.