કોકાકોલાના ફ્રોઝન ઓરેન્જ પ૯પના નમૂના મિસબ્રાન્ડ જાહેર થતાં 15 લાખનો દંડ કરાયો

કોકાકોલા કંપનીને RAC દ્વારા રૂ.૧પ લાખનો દંડ કરાયો
ગાંધીનગર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડિયાદ કચેરીને મુ.ગોબલેજ, તા.ખેડા, જિ.ખેડા ખાતે તપાસ દરમિયાન લેબલિંગની મિસ્ટેકવાળા ઈમ્પોટેડ ફ્રોઝન ઓરેન્જ પ૯પના સ્ટોરેજ પેઢી કોલ્ડ મેન લોજીસ્ટીક પ્રા.લિ.ને હાઈવે નં.૮, મુ.પો. બીડજ તા.જી. ખેડામાં પેઢી હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજીસ પ્રા.લિ., મુ.ગોબલેજ, જિ.ખેડાનો ઈમ્પોર્ટ કરાયેલા ઈન્ગ્રેડીયેન્ટસ (ફ્રોઝન ઓરેન્જ પ૯પ-પીસ રીવર બ્રાન્ડ-ર૦ કિ.ગ્રા. પેક બોકસ, ૪૦૦ બોક્સ ૮૦૦૦ કિ.ગ્રા.)નો જથ્થો સંગ્રહ થયેલ છે 15 lakh fined after Coca-Cola’s Frozen Orange P9P sample was declared misbranded
તેવું જોવા મળેલ. નડિયાદ ખેડા કચેરીના ડેઝીગ્નેટેડ ઓફિસર અને ફૂડ સેફટી ઓફિસર દ્વારા રેડ કરી શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂના લેવાની કામગીરી કરવામાં આવેલ હતી. જે અન્વયે મે.હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજીસ પ્રા.લિ. નામની પેઢીના નામોની અભિષેક પ્રેમપ્રકાશ અગ્રવાલની હાજરીમાં નમૂનો લેવામાં આવેલ હતો. આ અંતર્ગત આશરે ૮૦૦૦ કિલોગ્રામનો જથ્થો કે જેની અંદાજિત કિંમત રૂ.૧૧ લાખ થાય છે.
તે શંકાસ્પદ જથ્થો સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ હતો. બાબતે કેસને લગતી તમામ માહિતી મેળવી એડજ્યુડિકેટીંગ ઓફિસર, ખેડા (નડિયાદ) સમક્ષ ફૂડ સેફટી ઓફિસર દ્વારા પાંચ ઈસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ જે બાબતે તાજેતરમાં એડજ્યુડિકેશન ઓફિસર દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા તમામે તમામ પાંચ ઈસમોને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ દંડ કરવામાં આવેલ જે કુલ દંડ રૂ.૧પ,૦૦,૦૦૦/- (રૂપિયા પંદર લાખ)નો કરેલ છે.