Western Times News

Gujarati News

આરોગ્ય અધિક સચિવ અને નિવૃત્ત ડીન રૂ. 15 લાખની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ, અમદાવાદમાં આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન ગિરીશ પરમાર લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદીની તરફેણમાં કામગીરી કરવા ફરિયાદી તથા સાથી ડોક્ટર પાસે ૩૦ લાખની લાંચ માગી હતી. જ્યારે લાંચની રકમના એડવાન્સ ૧૫ લાખ સ્વીકારતા લાંચિયા અધિકારીને છઝ્રમ્એ સફળ છટકું ગોઠવી ઝડપી પાડયા હતા.

એ.સી.બી. પાસેથી મળતી માહિતી અનુસાર ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક (આરોગ્ય અને તબીબી સેવાઓ )તરીકે ફરજ નિભાવતા હતા. તે દરમિયાન તેઓએ આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતા ફરિયાદી સામે ખંડણી માગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને થઇ હતી. જેથી ફરિયાદી તથા તેઓને સાથી ડોકટરને ફરજ મૌકૂફ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા બન્ને ડોકટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર-૨૦૨૪માં પૂર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-૨૦૨૫માં જમા કરાવ્યો હતો.

આરોપીઓએ ૩૦ લાખની લાંચની માગણી કરી તે દરમિયાન આરોપી નં-૨ વચેટિયાએ ફરિયાદીનો સંપર્ક કરીને ફરિયાદી તથા તેમના સાથી ડોકટર બન્ને વિરુદ્ધની પ્રાથમિક તપાસના કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે આરોપી નં-૧ સાથે મિટિંગ કરવા બોલાવ્યા હતા.

જેથી ફરિયાદી અને તેમના સાથી ડોકટર મિત્ર ગાંધીનગર ખાતે જઇ બન્ને આરોપીઓને રૂબરૂમાં મળી વાતચીત કરતાં બન્ને આરોપીઓએ એકબીજાનાં મેળાપીપણામાં ફરિયાદી અને તેમના સાથી ડોકટર એમ બન્નેના ૩૦ લાખની લાંચની માંગણી કરી હતી. તે પૈકી રૂ. ૧૫ લાખ એડવાન્સ અને બાકીનાં કામ થઇ ગયાં પછી આપવાનો વાયદો થયો હતો.

આરોપી લાંચનાં નાણાં સ્વીકારતાં ઝડપાયા ત્યાર બાદ આરોપી નં-૨ ફરિયાદીને ફોન કરી નાણાંની માગણી કરતો હતો, પરંતુ ફરિયાદી લાંચનાં નાણાં આપવા માગતા નહોતા, જેથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.

તે મુજબ છઝ્રમ્એ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ લાંચના છટકા દરમિયાન આરોપી નં-૨એ ફરિયાદીને પોતાના ઘરે લાંચનાં નાણાં આપવા બોલાવી પોતાની અગાઉની માગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચનાં નાણાં સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.