Western Times News

Gujarati News

વર્કફ્રોમ હોમ દ્વારા કમાણીની લાલચ આપી મહિલા સાથે 15 લાખની છેતરપિંડી

cyber crime

ભાવનગર, ભાવનગરમાં મહીલાને વર્કફ્રોમ હોમ દ્વારા સારી કમાણી થશે તેવી લાલચ આપી ભેજાબાજ શખ્સે વેબસાઈટ પર રેટીગ આપવાનું જણાવી શરૂઆતમાં નાની રકમ કમીશન પેટે આપી પાછળથી અલગ અલગ ચાર્જીસના બહાને રૂા.૧પ લાખથી વધુની રકમ મેળવી લઈ છેતરપિડી કરી હોવાનો બનાવ બન્યો છે.

શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં રહેતા ઉર્વીબેન પંડયાએ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે નોધાવેલી ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે અજાણ્યા શખ્સે તેમને ટેલીગ્રામ પર મેસેજ કર્યો હતો કે તમે વર્કહોમ અને પાર્ટ ટાઈમ જાેબ કરવા માગો છો ? આ શખ્સે તેનું નામ અશોક હોવાનું જણાવ્યું હતું.

ઉર્વીબેન કામની જરૂર હોય તેમણે રિપ્લાઈ આપતા આ શખ્સે જણાવ્યું હતું કે તમારે અલગ અલગ પ્રોડકટને રેટીગ આપવાનું છે. અને તેના બદલામાં તમને કમીશન મળશે. આ શખ્સે ત્યારબાદ શોપીફાઈ અને અન્ય અધિકૃત વેબસાઈટ મોકલી હતી કહયું હતું કે, આ તમારી વેબસાઈટ છે. એક વેબસાઈટમાં આરોપીએ ઉર્વીબેહનનું એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું હોય તેમને ભરોસો બેઠો હતો.

બાદ ઉર્વીબેન રેટીગના ઓર્ડર આપવામાં આવતવા હતા. શરૂઆતમાં કમીશન પેટે તેમને નાની રકમ પણ ચુકવવામાં આવતી હતી. પાછળથી રેટીગ ઓર્ડરના ટાસ્કની રકમ વધારી અન્ય વેબ પરથી પણ ટાસ્ક આપવાનું શરૂ કરાયું હતું.

અને અલગ અલગ ચાર્જીસની માગણી થતાં ઉર્વીબેન તેમના અલગ અલગ બેક એકાઉન્ટમાંથી રૂા.૧પ,૧૬,૯રર ની રકમ ટ્રાન્સફર કરી હતી. જાે કે, પાછળથી ભેજાબાજ શખ્સે લાખોની રકમ મેળવી લઈ છેતરપિંડી કરી હોવાની જાણ થતાં પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.