Western Times News

Gujarati News

તાજિયામા વીજવાયરે અડી જતા ૧૫ને કરંટ લાગ્યો, બેના મોત

જામનગર, જામનગરમાં મહોરમનો તહેવાર જાેતજાેતામાં દુખમાં ફેરવાયો હતો. મહોરમના તહેવારની રાતે વીજ કરંટ લાગવાની ગોઝારી દુર્ઘટનામાં બે યુવાનોના મોત નિપજ્યા છે. જુલુસ સમયે વીજ કરંટ લાગતે ૧૫ જેટલા લોકો ઘાયલ થયા હતા, જેમાં બે યુવકોના મોત નિપજતા મુસ્લિમ સમાજમાં ગમમીની છવાઈ છે. જામનગર શહેરના ધરારનગર વિસ્તારની ગત મોડી રાતે આ ઘટના બની હતી.

ધરારનગરમાં સોમવારની રાતે તાજિયાના જુલુસ કાઢવામાં આવ્યા હતા. તાજિયા ઉંચા હોવાથી તેનો ઉપરનો ભાગ વીજ વાયરને અડી ગયો હતો. જેથી નીચે કરંટ પ્રસરતા અંદાજે ૧૫ જેટલા લોકોને કરંટ લાગ્યો હતો. આ ઘટનાને પગલે અફરાતરફી ફેલાઈ હતી. ઘાયલોને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો બીજી તરફ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

આ ઘટનામાં ૨ મુસ્લિમ યુવાનોના દુઃખદ ઘટનામાં કરૂણ મોત નિપજ્યા છે. સારવાર દરમિયાન આસિફ યુનુસભાઈ મલેક (ઉ.વ. ૨૩, રહે. ધરારનગર) અને મહંમદ વાહીદ (ઉ.વ. ૨૫)નાં મોત થયા હતા. આ ઘટનાથી જીજી હોસ્પિટલ ખાતે જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો પહોંચ્યો હતો.

હાલ ૧૨ જેટલા યુવકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ, મહોરમની રાતે ગોઝારી ઘટનાથી મુસ્લિમ સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.