અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ૧૫ ટકાનો કડાકો
નવી દિલ્હી, અદાણી જૂથના શેરોમાં બે દિવસથી જાેરદાર રિકવરી આવ્યા પછી આજે ફરી મોટો ઘટાડો છે. અદાણીના સ્ટોક્સના કારણે આજે નિફ્ટી પરપ્રેશર આવ્યું છે. તેની સાથે પીએસયુબેન્કના શેરોમાં પણ ભારે ઘટાડો જાેવા મળ્યો છે. આ લખાય છે ત્યારે સેન્સેક્સ ૧૩૪ પોઈન્ટ ઘટીને ૬૦,૫૨૯ પર હતો જ્યારે નિફ્ટી ૮૪ પોઈન્ટ ઘટીને ૧૭૭૮૬ પર હતો. અદાણીની માલિકીના તમામ ૧૦ શેરો આજે રેડ ઝોનમાં ચાલે છે. અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર આજે ૧૫ ટકા ઘટીને ૧૮૩૪ પર ચાલતો હતો. ગઈકાલે આ શેરમાં જાેરદાર તેજી હતી અને તે ૨૦૫૦ સુધી પહોંચી ગયો હતો.
તેવી જ રીતે અદાણી પોર્ટનો શેર ૭.૧૫ ટકા ઘટીને ૧૭૨ પર ચાલતો હતો. તેવી જ રીતે અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસના શેરમાં પણ ૫ ટકાની નીચલી સર્કિટ લાગી છે. અદાણી વિલ્મરનો શેર ૧.૭૯ ટકા ઘટીને ૪૧૧ પર ચાલતો હતો. અદાણી દ્વારા હસ્તગત કરવામાં આવેલી સિમેન્ટ કંપનીઓ એસીસી (એસીસી)નો શેર ૩.૭૦ ટકા ઘટીને ૧૮૯૯ પર હતો, જ્યારે અંબુજા સિમેન્ટનો શેર ૬.૨૮ ટકા ઘટીને ૩૬૦ પર ચાલતો હતો. અદાણીની મીડિયા કંપની એનડીટીવીનો શેર ૩.૭૦ ટકા ઘટીને ૨૧૯ પર ચાલતો હતો.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ગઈકાલે રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો તેના કારણે બજારમાં નેગેટિવ સેન્ટીમેન્ટ સર્જાયું છે. હિન્ડનબર્ગ રિપોર્ટના પગલે અદાણીના શેરોમાં જે અસ્થિરતા આવી તે હજુ પણ જારી છે. અદાણીએ લગભગ ૮૦૦૦ કરોડની લોનનું પ્રિપેમેન્ટ કરીને રોકાણકારોનો ભરોસો જીતવા પ્રયાસ કર્યો હતો. તેના કારણે મંગળવાર અને બુધવારે અદાણીના સ્ટોક્સમાં ૧૦થી ૨૦ ટકા સુધી ઉછાળો આવ્યો હતો. પરંતુ ગુરુવારે ફરીથી શેરોમાં ઘટાડો થયો છે.
નિફ્ટી ૫૦ને પછાડવામાં પણ અદાણીના સ્ટોક્સની મુખ્ય ભૂમિકા છે. અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર ગયા સપ્તાહે ૧૦૧૭ સુધી જઈ આવ્યા પછી માત્ર ચાર દિવસમાં તે ૧૦૦ ટકા કરતા વધારે ઉછળી ગયો હતો. પરંતુ ત્યાર પછી તેમાં આજે ૧૫ ટકાનો ઘટાડો થયો છે. આજે બેન્ક સ્ટોક્સમાં પણ પ્રેશર જાેવા મળે છે. એસબીઆઈનો શેર સામાન્ય ઘટાડે રૂ. ૫૪૬ પર ચાલી રહ્યો છે, જાેકે આજે આ શેર ૫૪૨ સુધી પણ ગયો હતો. પીએનબીનો શેર ૧.૭૦ ટકા ઘટ્યો છે જ્યારે એક્સિસ બેન્ક ૧.૧૫ ટકા, ૈંઝ્રૈંઝ્રૈં મ્ટ્ઠહાનો શેર ૦.૫૦ ટકા ઘટીને ચાલે છે. બેન્ક ઓફ બરોડાનો શેર ૧.૧૬ ટકા ઘટીને ૧૬૩ પર ચાલતો હતો.SS2.PG