રંજીત શ્રીનિવાસની હત્યા કેસમાં પીએફઆઈના ૧૫ કાર્યકરોને મોતની સજા
થિરુવનંતપુરમ, કેરળની એક કોર્ટે આરએસએસ નેતા રંજીત શ્રીનિવાસની હત્યા કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના ૧૫ કાર્યકરોને મોતની સજા સંભળાવી છે. આ તમામ આરોપીઓને વકીલ અને આરએસએસ નેતાની હત્યામાં કોર્ટે દોષિત જાહેર કર્યા હતા.
રંજીત શ્રીનિવાસની હત્યા કેસમાં માવેલિક્કારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે આજે તમામ ૧૫ દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. રંજીતની ૧૯મી ડિસેમ્બર ૨૦૨૧માં અલપ્પુઝામાં તેના ઘરે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ પ્રતિબંધિત સંગઠન પીએફઆઈના સભ્યો હતા. પીડિત પક્ષે કોર્ટમાં હત્યારાઓને કડકમાં કડક સજા ફટકારવા માગ કરી હતી. SS2SS