Western Times News

Gujarati News

નર્મદામાં પૂરથી ૧૫ ટ્રેનો કેન્સલ કરાઈ

અમદાવાદ, સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ભરૂચ, અંકલેશ્વરમાં પૂરના પાણી ફરી વળ્યાં છે. ત્યારે આવા સંકટ વચ્ચે ભરૂચ-અંકલેશ્વર બ્રિજ પરથી પસાર થતી ટ્રેનને અસર થઈ છે. આ કારણે રેલવે દ્વારા અનેક ટ્રેન ડાયવર્ટ તો અનેક ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. આજના લેટેસ્ટ અપડેટ અનુસાર, ૧૫ જેટલી ટ્રેનને કેન્સલ કરવામાં આવી જ્યારે ૧ ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે.

કઈ ટ્રેન કેન્સલ કરવામાં આવી તેની વાત કરીએ તો…
૨૨૯૩૦ વડોદરા-દહાણુ રોડ, ૨૨૯૨૯ દહાણુ રોડ-વડોદરા, ૦૯૧૫૬ વડોદરા સુરત, ૦૯૧૫૫ સુરત-વડોદરા, ૦૯૩૧૮ આણંદ-વડોદરા, ૨૨૯૫૩ મુંબઈ-અમદાવાદ
૨૦૯૦૧ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ, ૨૦૯૦૨ ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ, ૧૨૦૦૯ મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ, ૧૨૦૧૦ અમદાવાદ-મુંબઈ, ૧૯૦૧૫ દાદર-પોરબંદર, ૧૨૯૩૪ અમદાવાદ-મુંબઈ, ૧૨૯૩૨ અમદાવાદ-મુંબઈ, ૮૨૯૦૨ અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ, ૨૨૯૫૪ અમદાવાદ મુંબઈ, ૧૨૯૩૩ મુંબઈ-અમદાવાદ, ૧૨૯૩૧ મુંબઈ-અમદાવાદ, ૮૨૯૦૧ મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ, ૦૯૧૭૨ ભરૂચ-સુરતની ટ્રેન કેન્સલ કરાઈ છે.

જ્યારે ૧૨૯૩૯ નંબરની પુણે-જયપુર વચ્ચે ચાલતી ટ્રેનને ડાયવર્ટ કરાઈ છે… નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ પાસે પાણી ભરાયા છે. આ કારણે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે વાહન વ્યવહાર બંધ કરાયો છે. આખો રોડ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. છેક હાઈટન્શન વાયર સુધી પાણી ભરાતા મુશ્કેલી વધી છે. જેથી વાહનચાલકો તેમાં ન ફસાય તે માટે રોડ બંધ કરવાનો તાત્કાલિક ર્નિણય લેવાયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.