ગાંધીજીની 151મી જન્મજયંતિ નિમિતે અમદાવાદથી દાંડી સુધી સાયક્લોથોનનું આયોજન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/Cyclothon-2-1024x466.jpeg)
સિમ્બાલિઅન સાયકલિંગ કોમ્યુનિટી, રોટરી ક્લબ અમદાવાદ સૂર્યોદય, એક્સપોઝિશન ઈવેન્ટ મેનેજમેન્ટ અને ગુજરાત ટુરિઝમ દ્વારા સાયક્લોથોનનું આયોજન
Ahmedabad: મહાત્મા ગાંધીજીની 151મી જન્મજયંતિ નિમિતે સિમ્બાલિઅન સાયકલિંગ કોમ્યુનિટી દ્વારા રોટરી ક્લબ અમદાવાદ સૂર્યોદય, એક્સપોઝિશન ઈવેન્ટ મેનેજમેન્ટ અને ગુજરાત ટુરિઝમના સહયોગથી અમદાવાદથી દાંડી સુધીની સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ દાંડી જાત્રામાં 32 સાયકલિસ્ટ ભાગ લઈ રહ્યાં છે. 29 સપ્ટેમ્બરથી શરૂ થનાર આ સાયક્લોથોન 4 દિવસ અને 3 રાત્રિનું 420 કિલોમીટરનું અંતર કાપીને 2જી ઓક્ટોબરના રોજ દાંડીમાં સમાપ્ત થશે.
આ માટે ફ્રી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં 600થી પણ વધુ લોકોએ રજિસ્ટર કરાયું હતું અને તેમાંથી 32 સાયકલિસ્ટને સિલેક્ટ કરવામાં આવ્યાં હતા.
આ વિશે બોલતાં સિમ્બાલિઅન સાયકલિંગ કોમ્યુનિટીના ફાઉન્ડર જીજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, “સાયકલિંગ કરવું એ ખૂબ જરૂરી છે કેરણકે તેનાથી સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે અને આપણે શારીરિક રીતે સક્ષમ હોઈશું તો માનસિક રીતે પણ લડી શકીશું, અમે કોવિડ- 19ના સલામતીના દરેક નિયમોનું ધ્યાન રાખીને આ સાયક્લોથોનનું આયોજન કર્યું છે. મારું માનવું છે કે દિવસમાં એકથી બે કલાક સાયકલિંગ કરવું જોઈએ અને નાની- નાની મુસાફરી દરમિયાન સાયકલનો જ ઉપયોગ કરવો જોઈએ.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ગાંધીજી એ જેમ સત્યાગ્રહ કર્યો હતો તેમ આપણે સ્વાસ્થ્યયાત્રા કરવી જોઈએ, જો આપણે સ્વસ્થ હોઈશું તો કોઈપણ મહામારી સામે લડવા સક્ષમ બની શકીશું. સાયકલ ચલાવવાના અન્ય પણ ઘણાં ફાએદો છે તેનાથી પ્ર દુષણ ઘટે છે, ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવે છે અને પાર્કિંગની સમસ્યાનું પણ સમાધાન થાય છે.”