દાહોદ નજીક માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા

અમદાવાદ, ગુજરાતના દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન (Mangal Mahudi railway Station Dahod gujarat) પાસે આજે સવારે લગભગ 1:00 વાગ્યે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ અકસ્માત અંગે કોઈ વિગતો કે ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મળતી માહિતી પ્રમાણે, આ મહુડી સ્ટેશન લગભગ 1:00 વાગ્યે કોઈ કારણસર માલગાડીના 16 ડબ્બા છૂટા પડી ગયા હતા. 16 coaches of freight train derailed near Dahod Gujarat
Railwaymen at the site ensuring restoration of track at the earliest.
Train services are affected due to the derailment of a goods train between Ratlam-Dahod Section of WR in the early hours of the morning.@RailMinIndia pic.twitter.com/DB4taSpjHj
— Western Railway (@WesternRly) July 18, 2022
ડબ્બાના વ્હીલ નીકળીને ટ્રેકની આજુબાજુમાં પડ્યા હતા. આ સિવાય રેલવેના ડબ્બા એકબીજા ઉપર ચઢી ગયા હતા. ડબ્બાઓમાં રહેલો સામાન આસપાસ ઢોળાયો હતો. સાથે જ રેલવે લાઈનના કેબલને ભાર નુકસાન પહોંચ્યું છે. અકસ્માતને પગલે કેબલ તૂટી ગયો હતો. રેલવેનો ટ્રેક પણ ઉખડી ગયો હતો.
અહેવાલ અનુસાર, દાહોદના મંગલ મહુડી રેલવે સ્ટેશન નજીક એક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે અનેક જગ્યાએ રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. આ કારણે રેલવેએ ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરી દીધા છે.
પશ્ચિમ રેલવેના ડીઆરએમ મુંબઈ સેન્ટ્રલે એક ટ્વિટમાં જણાવ્યું છે કે, રતલામ ડિવિઝન ખાતે એક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે અનેક ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડશે.
આ જ રીતે ડીઆરએમ કોટાએ પણ એક ટ્વીટમાં માહિતી આપી છે કે, પશ્ર્ચિમ રેલવેમા રતલામ-ગોધરા સેક્શનમાં મંગલ મહુડી, લીમખેડા વચ્ચે માલગાડી ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણ અનેક ટ્રેનને ડાયવર્ટ કરેલા રૂટ પર ચલાવવામાં આવશે.