OTT પર આ વર્ષે ૧૬ ફિલ્મોએ ધૂમ મચાવી
મુંબઈ, આ વર્ષ ઓટીટી પર પુષ્કળ રોમાંશ, એક્શન, ડ્રામા સાથે શરૂ થયું હતું. ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે વર્ષ ૨૦૨૩માં ઘણાં દિગ્ગજ કલાકારોએ ઓટીટ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું છે. મનોજ બાજપેયી અભિનીત ‘જાને જાન’ અને ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ જેવી મૂવીઝ અને સ્ટ્રીમિંગ સેવાઓએ આપણને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યુ હતું. તો ચાલો નજર કરીએ ૧૬ એવી ઓટીટી મૂવીઝ પણ જેણે દર્શકોનું વર્ષ યાદગાર બનાવી દીધું હતું. આ મૂવી એક ક્રાઇમ થ્રિલર છે, જેની સ્ટોરીના કેન્દ્રમાં એકલી માતા છે અને તેની પુત્રી છે.
આ બંને એક મર્ડરમાં ફસાયેલી માને છે, પોલીસની તપાસ ચાલી રહી છે આ વચ્ચે તેમને પાડોશીના રુપમાં સહયોગી મળે છે. તે એક સાધારણ પણ જીનિયસ ટીચર હોય છે. તેને તમે નેટÂફ્લક્સ પર જોઇ શકશો. ખુફિયાએ ભારતીય ગુપ્તચર સંસ્થા ઇછઉના એક એજન્ટ કે જે એક જાસૂસ અને પ્રેમી તરીકેની તેની બે ઓળખને જોડી રહી છે, તેને એક એવા જાસૂસને શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે.
જે ડિફેન્સ સિક્રેટ્સને વેચી રહ્યો છે. આ સીરીઝ પણ તમે નેટફિલ્ક્સ પણ જોઈ શકશો. મિશન મજનુએ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન દેશના હથિયાર કાર્યક્રમનો પર્દાફાશ કરવાના પ્રયાસમાં એક RAW ઓપરેટિવ પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે. સફળ થવા માટે તેણે તેના દેશને ચેતવણી આપવાની અને ખોટી જગ્યાએ થતા હુમલાને રોકવાનો હોય છે. તેને આ ફિલ્મ નેટફિલ્ક્સ પર જોઇ શકશો. સિર્ફ એક બંદા હી કાફી હૈમાં લૈંગિક હુમલાનો ભોગ બનેલી વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરતો વકીલ પોતાના લાભ માટે સત્યને સાચવીને પૈસાદાર અને શક્તિશાળી ધર્મગુરુ સામે કાર્યવાહી કરે છે. તેને તમે ઝી૫ પર જોઇ શકશો.
ગુલમહોરએ ૩૪ વર્ષીય ફેમિલી ઘર છોડવાની તૈયારી કરી રહેલા બહુરાષ્ટ્રીય બત્રા પરિવારની કહાની છે. તેઓ કેવી રીતે એક પરિવર્તનને કારણે એક ગુપ્ત અને અસુરક્ષિત પરિવાર તરીકે તેમને એક સાથે રાખનારા સંબંધોને શોધવા તરફ દોરી જાય છે તે દર્શાવાયું છે.
આ ફિલ્મી ડિઝની પ્લસ હોટસ્ટાર પર છે. તરલાએ વિશ્વમાં મોટો બદલાવ લાવવાના પ્રયાસમાં તરલા દલાલે અન્ય મહિલાઓને અને પોતાને સશક્ત બનાવવા માટે રસોઈ બનાવવાની તેમની પ્રતિભાનો ઉપયોગ કરીને સામાજિક માન્યતાઓનો અંત કેવી રીતે કરે છે તે પ્રેરણાત્મક કહાની દર્શકો સામે રજૂ કરવામાં આવી છે. તેને તમે ઝી૫ પર જોઈ શકશો.
આર્ચીઝએ ઝોયા અખ્તરના ડાયરેક્શનમાં બનેલી ‘આર્ચીઝ’થી ત્રણ સ્ટાર કિડ્સ સુહાના ખાન, અગત્સ્ય નંદા અને ખુશી કપૂરે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. જેની સ્ટોરી એક ડેવલપર પાર્કને બંધ કરવાની ધમકી આપે છે અને આર્ચીઝ અને તેની ગેંગ દોસ્તી અને રોમાન્સ સાથે આ પાર્કને તૂટવા દેતા નથી. તેને આ ફિલ્મ નેટફિલ્ક્સ પર જોઇ શકશો. ચોર નિકલ કે ભાગામાં એક જૂનું દેવું ચૂકવવા માટે ફ્લાઇટ એટેન્ડન્ટ અને તેનો બોયફ્રેન્ડ હીરાનો ભંડાર ચોરી કરવાનું નક્કી કરે છે. જો કે, તેમની ચોરી રીતે ઉલટી પડે છે અને જમીનથી ૪૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ હોસ્ટેજની સ્થિતિ બની જાય છે. તમે આ ફિલ્મ નેટફિલ્ક્સ પર જોઈ શકશો.