સસ્તી ફ્લાઈટ ટિકિટની લાલચ આપી એજન્ટે 16 લાખની છેતરપિંડી કરી
આરોપીએ તેમની સાથે છેતરપિંડી આચરીને રુપિયા ૧૬ લાખની છેતરપિંડી આચરી હતી ઃ પોલીસ ફરિયાદ થઈ
અમદાવાદ, ગુજરાતીઓમાં વિદેશ જવાની ઘેલછાં હોય છે. વિદેશ જવા માટે કેટલાંક લોકો લાખો રુપિયા પણ ખર્ચી નાખતા હોય છે. તો કેટલાંક કિસ્સામાં તેમની સાથે છેતરપિંડી પણ થતી હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એજન્ટે છેતરપિંડી આચરી હતી. 16 lakhs cheated by agent by luring cheap flight tickets
આણંદ જિલ્લાના ઉમરેઠમાં રહેતા મુકેશ દોશીએ શનિવારે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગ્રેસિયસ હોલીડેઝ નામની ટ્રાવેલ કંપનીના માલિક નિરલ પરીખ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. મુકેશ દોશીએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, આરોપીએ તેમની સાથે છેતરપિંડી આચરીને રુપિયા ૧૬ લાખની છેતરપિંડી આચરી હતી.
તેઓએ અને તેમના મિત્રોએ કેનેડાની ટિકિટ માટે આ રકમ ચૂકવી હતી. મુકેશ દોશીએ પોતાની ફરિયાદમાં આક્ષેપ મૂક્યો છે કે, તેમના મિત્ર મિતેષ શાહે તેમને જણાવ્યં હતું કે, તેઓ કેનેડા ગયા હતા અને ગ્રેસિયસ હોલીડેઝે અન્ય એજન્ટો જે ચાર્જ વસૂલે છે
તેના કરતા ઓછી કિંમતે કન્ફર્મ રિટર્ન ટિકિટની વ્યવસ્થા કરી આપી હતી. એ પછી મુકેશ દોશીનો પરિવાર કેનેડા જવા માગતો હતો. એટલે તેઓએ પોતાના જમાઈ વિનર શાહને નિરલ પરીખ સાથે વાતચીત કરવા માટે કહ્યું હતું. વિનર શાહે નિરલ પરીખ સાથે વાતચીત કરી હતી.
ત્યારે નિરલ શાહે તેમને કહ્યું હતું કે, પુખ્ત વયના લોકો માટે તેઓ એક લાખ રુપિયા અને બાળક માટે રુપિયા ૮૦ હજારમાં રિટર્ન ટિકિટ બુક કરાવી આપશે. ફરિયાદીએ જણાવ્યું કે, તેઓએ ૫ જૂન ૨૬ જૂનની મુસાફરી માટે નિરલ પરીખને રુપિયા ૭.૫૧ લાખ ઓનલાઈન ચૂકવ્યા હતા.
બાદમાં ૨૦ માર્ચના રોજ નિરલ પરીખે ટિકિટ માટે પીએનઆર નંબર મોકલ્યો હતો. એ પછી ફરિયાદીએ તેમના મિત્ર ભરત ઠક્કર અને શાંતિલાલ પટેલનો પણ સંપર્ક નિરલ પરીખ સાથે કરાવ્યો હતો. તેઓ પણ કેનેડા જવા માગતા હતા. એટલે તેઓએ કેનેડાની ટિકિટ બુક કરાવવા માટે રુપિયા ૫.૭૫ લાખ અને રુપિયા ૨.૭ લાખ ચૂકવ્યા હતા.
ફરિયાદીએ કહ્યું કે, શુક્રવારે જ્યારે તેઓએ નિરલ પરીખને ફોન કર્યો તો મોબાઈલ નંબર સ્વીચ ઓફ હતો. એ પછી તેઓ નિરલ પરીખના ઘરે આંબાવાડી વિસ્તારમાં આવેલા શિવાની એપાર્ટમેન્ટમાં ગયા હતા. ત્યાં જઈને જાેયું તો તેઓ ચોંકી ગયા હતા.
નિરલ પરીખના ઘરે અનેક લોકો એકઠાં થયા હતા. તેઓએ કહ્યું કે, ત્યાં તેઓ કૌશલ પટેલ, ચીનુ ઠક્કર, ભાર્ગવ પટેલ અને અન્ય લોકોને મળ્યા હતા, જેઓ તમામ નિરલ પરીખ દ્વારા છેતરાયા હતા. આખરે ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.