ઉબેર, ઓલા, રેપીડો જેવી એજન્સીઓના 16 વાહનોને ૯૯,૫૦૦/- સુધીનો દંડ કરવામાં આવ્યો
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી સુભાષબ્રિજ, અમદાવાદ દ્વારા મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઇડલાઇનનો ભંગ કરનાર એજન્સી તથા વાહનો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહીની ડ્રાઇવ
અમદાવાદ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી સુભાષબ્રિજ, અમદાવાદની અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી દ્વારા અપાયેલ સૂચના મુજબ અમદાવાદ શહેરમાં કાર્યરત ઉબેર, ઓલા, રેપીડો જેવી એગ્રીગેટર એજન્સીઓ દ્વારા મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઇડલાઇન્સ-૨૦૨૦નું પાલન ના કરતી હોવાનું ધ્યાને આવેલ છે.
જેના અનુસંધાને અત્રેની કચેરીના અધિકારીશ્રીઓ તેમજ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અમદાવાદ(પૂર્વ) કચેરીના અધિકારીશ્રીઓ તેમજ ટ્રાફિક પોલીસ અમદાવાદ શહેરના અધિકારીશ્રીઓ દ્વારા ટીમ બનાવી વિવિધ જગ્યાએ સંયુક્ત ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. જેના અનુસંધાને તા. ૦૬/૧૧/૨૦૨૩ અને તા. ૦૭/૧૧/૨૦૨૩ ના રોજ ૧૬ વાહનોને રૂ. ૯૯,૫૦૦/- સુધીનો દંડ કરવામાં આવેલ છે. તથા ભવિષ્યમાં પણ આ મુજબની ડ્રાઇવ ચાલુ રાખી મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઇડલાઇનનો ભંગ કરનાર એજન્સી તથા વાહનો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.