NFSA લાભાર્થી કુટુંબોને વર્ષમાં બે વખત ખાદ્યતેલ રાહત દરે આપવા માટે 160 કરોડની બજેટમાં જોગવાઇ

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹૨૭૧૨ કરોડની બજેટમાં જોગવાઇ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વંચિતો અને ગરીબ પરિવારો માટે સંજીવની સાબિત થઇ રહેલ છે. NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે ₹૭૬૭ કરોડની જોગવાઇ.
નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ-૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા અંદાજે ૭૫ લાખ કુટુંબોને અનાજ પૂરું પાડવા ₹૬૭૫ કરોડની જોગવાઇ. NFSA લાભાર્થી કુટુંબોને વર્ષમાં બે વખત ખાદ્યતેલ રાહત દરે આપવા માટે ₹૧૬૦ કરોડની જોગવાઇ.
સૂક્ષ્મ પોષકતત્વો યુકત ડબલ ફોર્ટિફાઇડ મીઠા(આયર્ન+આયોડીનયુકત)ના વિતરણ માટે ₹૫૧ કરોડની જોગવાઇ. નાબાર્ડ લોન યોજના હેઠળ ૫૧ ગોડાઉનના બાંધકામ માટે તથા ભારત સરકારની W.D.R.A.ની ગાઈડલાઈન્સ મુજબ નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉનો માટે કુલ ₹૭૦ કરોડની જોગવાઇ.
શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા ₹૩૭ કરોડની જોગવાઇ.