દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૪૬૪ નવા કેસ નોંધાયા
નવી દિલ્હી, ભારતમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે કોરોના કેસમાં મોટો ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૪૬૪ નવા કેસ નોંધાયા છે અને ૩૯ સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને ૧,૪૩,૯૮૯ થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૬,૩૯૬ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ૪,૩૩,૬૫,૮૯૦ લોકો કોરોના મુક્ત થયા છે.
દેશમાં કુલ ૨૦૪,૩૪,૦૩,૬૭૬ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૮,૩૪,૧૬૭ ડોઝ ગઈકાલે અપાયા હતા. દેશમાં કોરોનાને નાથવા હાલ સરકાર દ્વારા ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જાેકે તેમ છતાં દેશમાં જુલાઈ મહિનામાં ૫.૪૦ લાખથી વધારે કેસ નોંધાયા હતા.
જુલાઈ મહિનામાં ૨૨ જુલાઈના રોજ સૌથી વધુ ૨૧,૮૮૦ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ૨૩ જુલાઈએ મહિનાના સૌથી વધુ ૬૭ સંક્રમિતોના મોત થયા હતા. ૫ જુલાઈએ સૌથી ઓછા ૧૩,૦૮૬ કેસ નોંધાયા હતા.SS1MS