સેન્સેક્સમાં ૧૬૯, નિફ્ટીમાં ૩૮ પોઈન્ટનો કડાકો નોંધાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/Sensex.webp)
મુંબઈ, શેરબજારનો કારોબાર સોમવારે નબળી નોંધ પર સમાપ્ત થયો. નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ ૩૮ પોઈન્ટ ઘટીને ૨૧૪૧૮ ના સ્તર પર બંધ થયો છે. બજાજ ઓટો, હિન્દાલ્કો, અદાણી પોર્ટ, સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સ, આઈશર મોટર, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન, ડિવીઝ લેબના શેરોમાં નિફ્ટીમાં વધારો જાેવા મળ્યો હતો.
સોમવારે બીએસઈ૧૬૮.૬૬ અંકોની નબળાઈ સાથે ૭૧૩૧૫ ના સ્તર પર બંધ થયો હતો. મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચસીએલ ટેક અને એચયુએલના શેરો વધતા શેરોમાં સામેલ હતા.
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજાર નબળાઈ સાથે સમાપ્ત થયું. દિવસના કારોબારમાં, બીએસઈસેન્સેક્સ ૧૦૦ પોઈન્ટથી વધુની નબળાઈ સાથે ૭૧૩૩૮ ના સ્તર પર કામ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી લગભગ ૩૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૧૪૨૫ ના સ્તર પર કામ કરી રહ્યો હતો.
સોમવારે શેરબજારના સૂચકાંકોની વાત કરીએ તો, નિફ્ટી મિડકેપ ૧૦૦ ૦.૨૦ ટકાનો વધારો નોંધાવી રહ્યો હતો જ્યારે બીએસઈ સ્મોલ કેપમાં ૦.૫૧ ટકાનો વધારો નોંધાયો હતો. નિફ્ટી આઈટી અને નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં નબળાઈ નોંધાઈ રહી છે.
શેરબજારના ટોપ ગેઇનર્સમાં બજાજ ઓટો, હિન્દાલ્કો, અદાણી પોર્ટ્સ અને સન ફાર્માના શેરનો સમાવેશ થાય છે, જ્યારે ટોપ લોઝર્સમાં પાવર ગ્રીડ, જેએસડબલ્યૂસ્ટીલ, આઈસીઆઈસીઆઈબેંક અને આઈટીસીના શેરનો સમાવેશ થાય છે.
સોમવારે મલ્ટિબેગર રિટર્ન આપનારી કંપનીઓ વિશે વાત કરીએ તો, ઓમ ઇન્ફ્રા, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, કામધેનુ લિમિટેડ, પટેલ એન્જિનિયરિંગ, બ્રાન્ડ કોન્સેપ્ટ, સ્ટોવ ક્રાફ્ટ અને જિયો ફાઇનાન્શિયલના શેરમાં વધારો થયો હતો જ્યારે ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, યુનિપાર્ટ્સ લિમિટેડ અને દેવયાની ઇન્ટરનેશનલના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
શેરમાં નબળાઈ નોંધાઈ રહી હતી. સોમવારે, ગૌતમ અદાણી જૂથની નવ લિસ્ટેડ કંપનીઓમાંથી છના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે અંબુજા સિમેન્ટ, એસીસી અને અદાણી પોર્ટ્સના શેરમાં થોડો વધારો નોંધાયો હતો. SS2SS