વિવિધ ૧૭ ટીમ એકસાથે વિઝા કન્સલ્ટન્ટ પર ત્રાટકી
વડોદરા, અત્યાર સુધીમાં કોઇ પણ ભોગે વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતના અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. લેભાગુ તત્વો આ લાલચનો જ ફાયદો ઉઠાવી નકલી ડોક્યુમેન્ટ તેમજ વિઝાના આધારે અનેક લોકોને ગેરકાયદે રીતે વિદેશ મોકલી રહ્યા છે, ત્યારે CIDક્રાઇમે આ કૌભાંડની તપાસ માટે રાજ્યભરમાં સપાટો બોલાવ્યો છે. ગુજરાતમા અલગ અલગ સ્થળે વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં રેડ કરવામાં આવી છે.
CID ક્રાઇમે રાજ્યભરના વિઝા કન્સલ્ટન્ટ પર તવાઇ બોલાવી છે. CID ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ૨૦ જેટલી વિઝા કન્સલ્ટન્સી ઓફિસ પર દરોડા પાડ્યાં છે. ખોટા દસ્તાવેજ પર વિઝાની પ્રોસેસ થતી હોવાની અનેક ફરિયાદો મળ્યા બાદ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ૧૭ ટીમ એકસાથે વિઝા કન્સલ્ટન્ટ પર ત્રાટકી છે. જેમાં ૫૦થી વધુ પોલીસ કર્મચારીઓ અને કમ્પ્યુટરના નિષ્ણાત લોકોનો સમાવેશ થાય છે.
પોલીસે વિઝાની ઓફિસમાં દસ્તાવેજોની ચકાસણી કરી છે. જો કોઇ બોગસ દસ્તાવેજ કે કામગીરીનો ખુલાસો થશે તો ક્રાઇમ બ્રાન્ચ કડક કાર્યવાહી કરશે. અવારનવાર બોગસ વિઝા કંપનીઓ ઝડપાતી હોય છે. તેમજ એરપોર્ટ પર બોગસ વિઝા સાથે અનેક લોકોની ધરપકડ પણ થઇ રહી છે. જેને લઇ સઘન તપાસ હાથ ધરાઇ છે.
ઝ્રૈંડ્ઢ ક્રાઇમની ટીમે વડોદરાના ગોરવા રોડ પર આવેલા સ્મિત કોમ્પ્લેક્સમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ તેમજ ટૂરિસ્ટ વિઝાનું કામ કરતા માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ગત સાંજે શરૂ કરાયેલું સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલું રહ્યું.
CID ક્રાઇમ સાથે વડોદરા ગ્રામ્ય તેમજ પંચમહાલ અને ભરૂચની પોલીસ ટીમો પણ જોડાઇ હતી. અંદાજે ૧૨ કલાક સુધી પોલીસે માઇગ્રેશન ઓવરસીઝ સેન્ટરમાં તપાસ હાથ ધરી. આ દરમિયાન પોલીસને ગુજરાત બહારની યુનિવર્સિટીઓની કેટલીક શંકાસ્પદ માર્કશીટ મળી આવી છે.
CID ક્રાઇમ દ્વારા આ શંકાસ્પદ માર્કશીટ ઉપરાંત કમ્પ્યુટર નેટવર્કનું મુખ્ય સર્વર, લેપટેલ અને મોબાઇલ સહિત અનેક મહત્વના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા. તપાસ ટીમે વિઝા ઓફિસના સંચાલક સ્મિત શાહનું લેપટોપ તેમજ મોબાઇલ પણ કબ્જે કર્યો છે.SS1MS