સુરતમાં બેરોજગારીના કારણે ૧૭ વર્ષના તરૂણનો આપઘાત
ગળાફાંસો ખાઈ આપઘાત કરતા પહેલાં તરૂણે પાંચ પાનાની સ્યુસાઈડ નોટ લખી
સુરત, શેહેરના સચિન નજીક આવેલા સુડામાં રહેતા મૂળ ઉતરપ્રદેશના ૧૭ વર્ષીય તરૂણ રામલખન નથ્થુપ્રસાદ શ્રીનિવાસેે પાંચ પાનાની સ્યુસાઈડ નોટ લખીને પંખા સાથેે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ તરૂણે બેરોજગારીને કારણે આ પગલુ ભર્યુ હતુ. મૂળ ઉતરપ્રદેશના બાંડા જીલ્લામાં રહેતો અને ધોરણ ૧ર નો અભ્યાસ છોડી ગત અઠવાડિયેે સુરતના સચિન ખાતે મામાના દિકરા પિન્ટુ સાથે રહેવા આવેલો રામલખન નથ્થુપ્રસાદ શ્રીનિવાસેેે (ઉ.વ.૧૭) ગઈકાલે બપોરે પોતાના ઘરમાં પંખા સાથેેે રૂમાલ બાંધીને ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો.
પોલીસ સેુત્રોના જણાવ્યા અનુસાર રામલખન વતનમાં ધોરણ ૧ર માં અભ્યાસ કરતો હતો અને તેના પિતા શિક્ષક છે. રામલખન પહેલાં રોજગારી માટે દિલ્હી ગયો હતો. જાે કે તેને ત્યાં ગમતું નહોતુ. જેથી સુરતમાં રહેતા મામાના દિકરા પીન્ટુ શ્રીનિવાસને ફોન કર્યો હતો. જેથી પિન્ટુએ સુરતમાં નોકરીએ લગાવવા માટેે સુરત બોલાવ્યો હતો.
એક અઠવાડીયા પેહલાં રોજગારીની શોધ માટેેે સુરત આવ્યો હતો. સચિન ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નોકરી કરવા માટેેે પ્રયાસ કર્યો હતો. જાે કે તેની ઉંમર કિશોરવયની હોવાથી નોકરી નહીં મળતા આ પગલુ ભરી લીધુ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ. મુતકે આપઘાત કરતા પહેલાં પોતાના પિતા અને ભાઈને સંબોધીને એક સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યુ હતુ કે પાપા મુજે માફ કર દેના મે આપકા સાથે જાેડ કે જા રહા હુ.
મુજે પત્તા હૈ કી આપ મુજસે બહોત પ્યાર કરતે હૈ શાયદ હી દુનિયા મેં કોઈ કરતા હોગા. પાપા મે આપકા બહુત આભરી હુ. તેમજ મૃતક રામલખન પોતાના પિતરાઈ ભાઈ પિન્ટુ શ્રીનિવાસ સાથે રહેતો હતો જેના વિશે સ્યુસાઈડ નોટમાં લખ્યુ હતુ કે મે મેરી માત કા જવાબદાર ખુદ હુ. મેં પોલીસ ઓૈર ઘરવાલો સે હાથ જાેડ કર કહ રહા હૂ કી પિન્ટુભાઈના કુછ ન બોલનાતો મેે મરકે ભી અપની આત્મા કો શાતં નહીં કર પાઉંગા. આ રીતે પિતા અને ભાઈને સંબોધી ને ૧૭ વર્ષીય કિશોરેે પાંચ પાનાની સ્યુસાઈડ નો લખી આપઘાત કરી લીધો હતો.