Western Times News

Gujarati News

વેક્સિન એ જ એકમાત્ર કોરોનાથી બચવાનો ઈલાજ રહેશે તો કોરોના આ ધરતી પરથી ક્યારેય નહીં જાય?!

ભારતે તેનું આર્ત્મનિભર સંશોધન કરવાની જરૂર છે?!

વેક્સિન એ જ એકમાત્ર કોરોના થી બચવા નો ઈલાજ રહેશે તો કોરોના આ ધરતી પરથી ક્યારેય નહીં જાય?! ભારતે તેનું આર્ત્મનિભર સંશોધન કરવાની જરૂર છે?!

તસવીર ગુજરાત હાઇકોર્ટની છે જ્યારે ઈનસેટ તસવીર જસ્ટીસ શ્રી એચ.એમ પ્રચ્ચકની છે જેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે! બીજી તસવીર સચિવાલયની છે જ્યાં વેક્સીનના બે ડોઝ લેનારા અનેક અધિકારીઓ, સરકારી કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે!

જયારે ત્રીજી તસવીર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની છે જ્યાં પૂર્વ મેયર અને કોર્પોરેટર શ્રી અમિતભાઈ શાહે પણ વેક્સીનના બે ડોઝ લીધા છતાં થયા છે સંક્રમિત થયા છે! ત્યારે વેકેશનના એ એ જ માત્ર કોરોનાથી બચવા નો ઈલાજ માની શકાય ખરો?

‘જીવન એ પૃથ્વી નામના ગ્રહ પર ભજવાતું ભવ્ય નાટક છે તે જાેવાની ટીકીટ છે’!- લીનસ પોલીંગ

કે લોકોને મનાવી શકાય ખરો? ‘ના’!! કોરોના થી બચવા માટે માસ્ક પહેરવું પડે, સેનેટાઇઝર નો ઉપયોગ કરવો પડે! અને વેક્સીન સિવાયના આયુર્વેદિક ઈલાજ સાથે શરીરમાં જરૂરી વિટામિન્સ ટકી રહે તેની પણ કાળજી લેવી પડે તો જ કોરોનાથી બચી શકાય!! અને હવે તો ફ્રાન્સમાં જે નવો કોરોના મળી આવ્યો છે તે

ના પર વેક્સીન પણ અસર થતી નથી ત્યારે શું?! ત્યારે સમગ્ર માનવજાતે એ ગંભીરપણે વિચારવાનો સમય આવ્યો છે કે દર છ માસે વેક્સીન નો બુસ્ટર ડોઝ લો અને જીવો?! અમેરિકાની ફાઈઝર રસી કંપની એ વેચીને ૧૯ અબજ નફો કરતી હોય, મોર્ડાના વેકસીન વેચી આઠ અબજના ધંધો કરતી હોય ભારત કોવીસીલડ અને કોવેક્સીન બનાવતી કંપનીઓ ને પણ મજા પડી છે કારણ કે સરકાર ખરીદે છે!

પરંતુ આ કંપનીઓ જે વેક્સીનને બનાવે છે તેનો કાચો માલ અમેરિકાથી અને ચીનથી આવે છે ત્યારે વેક્સીન નો બિઝનેસ આંતરરાષ્ટ્રીય બને છે તે જાેતા વિશ્વમાંથી કોરોના જશે ખરો?! કંઈ એવું ના થાય કે જે કંપનીઓ વેક્સીન બનાવે છે તે કંપનીઓ પોતાના બિઝનેસ ચાલુ રાખવા એવા બુસ્ટર ડોઝ બનાવે કે તેની અસરકારકતા સાત માસે પતી જાય?!

અથવા આવી કંપનીઓ સાથે નવા વાયરસનું સંશોધન પણ કરતી હોય અને દુનિયામાં નવા નવા વેરીયેન્ટ ફેલાતા રહે! આ સંજાેગોમાં કોરોના સામેનો મૂળભૂત ઈલાજ માટે વિચારવું પડશે!! નહીં તો કોરોના મહામારીનો અંત ક્યારેય નહીં આવે! આવા સંજાેગોમાં દેશ ના અને ગુજરાતના ન્યાયાધીશોએ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન શહેરાને પણ લેવા જેવી છે

અત્રે નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં આયુર્વેદિક ઉપચાર કરીને જરૂરી વિટામિન્સ લેતા અનેક લોકો એ કોરોના ની રસી લીધી નથી ચાત કોરોના ની પ્રથમ લહેરમાં બીજી લહેર અને અત્યારે ચાલતી ત્રીજી લહેરમાં પણ કોરોના થી સંક્રમિત થયા નથી તો માત્ર વેક્સીન લઇ ને જ કોરોના થી બચી શકાય? (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

ભારતની વેક્સિન બનાવતી કંપનીઓ કાચો માલ અમેરિકા અને ચાઇના થી ખરીદતી હોય અને વેક્સીન બનાવતી કંપનીઓ લાખો રૂપિયાનો વ્યવસાય કરતી હોય તો પછી વેક્સિનેશન કઈ રીતે નાબૂદ થશે?!

ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એચ.એમ.પ્રચ્ચક, પૂર્વ મેયર અમિતભાઇ શાહ સહિત અનેક ગુજરાત સરકારના અધિકારીઓ, કોર્પોરેટરોએ અને મ્યુ. અધિકારીઓએ વેક્સીન ના બે ડોઝ લીધા હોવા છતા કોરોના સંક્રમિત થયા છે તો પછી વેક્સીન લઇને ફરનારાથી પણ કોરોના ફેલાઈ શકે છે ?

અમેરિકાના મહાન વૈજ્ઞાનિક અને લેખક લિનસ કાર્લ પોલીન્ગે કહ્યું છે કે ‘જીવન પૃથ્વી નામના ગ્રહ પર ભજવાતુ ‘ભવ્ય નાટક’ તે જાેવાની ટીકીટ છે’!! જ્યારે ગ્રીક ચિકિત્સક હીપોક્રેટસે કહ્યું છે કે ‘આપણી અંદર રહેલા પ્રાકૃતિક તત્વો જ રોગના શ્રેષ્ઠ ઉપચારક છે’!! વિશ્વભરમાં ભારતમાં અને ગુજરાતમાં વેક્સીન ના ડબલ લેનારાઓ કોરોના સંક્રમણથી બચી શક્યા નથી!!

વિશ્વમાં કોરોના દર વર્ષે પોતાનું સ્વરૂપ બદલતો જાય છે! અને તબીબી વૈજ્ઞાનિકો સતત સંશોધન કરતા જાય છે.
રાજકીય નેતાઓ રસીકરણ કર્યાનો સંતોષ માને છે! પરંતુ ભારતના લોકો અને ગુજરાતના લોકો વેક્સીન લઈને પણ ભયભીત દશામાં જીવે છે

અને ગુજરાતમાં ડોક્ટરો, નેતાઓ, સરકારી અધિકારીઓએ, વેક્સીનના બે ડોઝ લીધા છતાં સંક્રમિત થઈ રહ્યા છે અને નેતાઓ સરકારી અધિકારીઓ, મ્યુ. કોર્પોરેટરો અને કોર્પોરેશન ના અધિકારીઓ ડબલ ડોઝ લેનારા સંક્રમિત થઈ રહ્યા છે! ત્યારે એક પણ ડોઝ નહી લેનારા કેટલાક સંક્રમિત આજ દિન સુધી થયા નથી તો તબીબી વૈજ્ઞાનિકોએ સમગ્ર પરિસ્થિતિની પુન ઃ સમીક્ષા કરવી જરૂરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.