બજેટમાં માલદીવ માટે ગત વર્ષ કરતા ૧૭૧ કરોડ ઓછા ફાળવાયા
નવી દિલ્હી, નણામંત્રી ર્નિમલા સીતારમણે ૨૦૨૪-૨૫નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટથી કેન્દ્ર સરકારે માલદીવને જાેરદાર ઝટકો આપ્યો છે. ભારતે તેના પાડોશી દેશ માલદીવ માટે ગયા વર્ષની સરખામણીમાં બજેટમાં ઓછી રકમ ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માલદીવ માટે ૨૦૨૩-૨૪ના બજેટમાં ૭૭૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જ્યારે આ બજેટમાં કુલ ૧૭૧ કરોડ ઓછા ફાળવ્યા છે.
નાણામંત્રી ર્નિમલા સીતારમણના જણાવ્યા અનુસાર, ૨૦૨૪-૨૫માં માલદીવ માટે ૬૦૦ કરોડ રૂપિયાના બજેટનો અંદાજ રાખવામાં આવ્યો છે. કોઈપણ દેશ માટે બજેટમાં ફાળવવામાં આવેલી રકમ તેની આયાત અને નિકાસ પર ખર્ચવામાં આવે છે. વ્યવસાયિક વ્યવહારો ઉપરાંત, આ રકમ અન્ય દેશો સાથે લશ્કરી ટેક્નોલોજીના આદાનપ્રદાન માટે પણ ખર્ચવામાં આવે છે. અગાઉ ભારતમાંથી માલદીવ જનારા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
કેન્દ્ર સરકારે માલદીવ માટે ૨૦૨૩-૨૪ના બજેટમાં સંસોધન કરીને રકમ વધારીને રૂ. ૭૭૧ કરોડ કરી હતી. જ્યારે ફેબ્રુઆરી ૨૦૨૩માં રજૂ કરાયેલ મંજૂર રકમ ૪૦૦ કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. ભારત સરકારે વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ૧૮૩ કરોડ રૂપિયા રાખ્યા હતા.
હવે માલદીવ માટે બજેટમાં સતત વધતી જતી રકમમાં આ વખતે ઘટાડો એ ભારત સાથેના તેના સંબંધો નબળા થવાનો સંકેત આપે છે. પીએમ મોદીએ ૪ જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની તેમની મુલાકાતની તસવીરો શેર કરી હતી.
આ પછી લોકો કહેવા લાગ્યા કે, હવે ભારતીયોએ માલદીવ નહીં પણ લક્ષદ્વીપ જવું જાેઈએ. આ વિષય સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ દરમિયાન માલદીવની મુઈઝુ સરકારમાં મંત્રી મરિયમ શિયુનાએ કેટલીક વાંધાજનક ટ્વીટ કરી હતી. અહીં તેમણે પીએમ મોદીની મજાક પણ ઉડાવી હતી. આ સિવાય તે લક્ષદ્વીપની મજાક ઉડાવતા પણ જાેવા મળ્યા હતા. તેમના પછી માલદીવના નેતાઓ માલશા શરીફ અને મહજૂમ માજીદે પણ કેટલીક વાંધાજનક પોસ્ટ કરી હતી. SS2SS