દેશમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૩ નવા કેસ
નવી દિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે અપડેટ થયેલા ડેટા અનુસાર, ભારતમાં ૧૭૩ નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. દેશમાં કુલ સક્રિય કેસ ઘટીને ૨,૬૭૦ થઈ ગયા છે. ભારતમાં કોરોનાના ખતરાને જાેતા પહેલાથી જ તકેદારી રાખવામાં આવી રહી છે. દેશમાં કોરોનાના સૌથી વધુ ૧૪૪૪ સક્રિય કેસ કેરળમાં છે. આ પછી કર્ણાટકમાં ૩૨૬, મહારાષ્ટ્રમાં ૧૬૧, ઓડિશામાં ૮૮ અને તમિલનાડુમાં ૮૬ છે. દેશમાં કુલ સક્રિય કેસ ૨૬૭૦ છે.
મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સએ કોરોનાના કેસ વધવાની આશંકા વચ્ચે હડતાળની ચેતવણી આપી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં ૭,૦૦૦ ડૉક્ટરો આજથી હડતાળ પર જઈ રહ્યા છે. જેના કારણે નવા વર્ષમાં રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં સેવાઓ ખોરવાઈ શકે તેવી આશંકા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની યાદી સ્પષ્ટ રીતે જણાવે છે કે એકિટવ કેસો તો કુલ સંક્રમિતોના ૦.૦૧% જેટલા જ રહ્યા છે અને રીકવરી રેઈટ ૯૮.૮૦% જેટલો ઊંચો ગયો છે. મંત્રાલયની વેબ સાઇટ જણાવે છે કે હજી સુધીમાં દેશભરમાં મળી કોવિડ વેકિસનના ૨૨૦ કરોડ જેટલા કોરોના વેકિસનના ડોઝ અપાઈ ચુકયા છે. તેમ છતાં વિશ્લેષકો જણાવે છે કે, કોરોનાનો પ્રસાર રોકવાના ભારત સરકારના પ્રયાસોથી તો દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે તેમ છતાં છેલ્લા આંકડાઓ દર્શાવે છે કે કોરોના હજી પૂર્ણ થયો નથી.