Western Times News

Gujarati News

ઈ-મેમોથી બચવા નંબર પ્લેટ સાથે ચેડાં થયેલાં ૧૭૩૭ વાહન ડીટેઈન

અવનવા કિમીયા સામે ટ્રાફીક પોલીસ ડ્રાઈવ શરૂ કરશે

(એજન્સી)અમદાવાદ, ટ્રાફીક પોલીસે ૧૦ દિવસમાં નંબર પ્લેટ વગરના તથા ઈ-મેમો જનરેટ ન થાય તેવી રીતે નંબર પ્લેટ છુપાવનાર ૧૭૩૭ વાહનોને ડીટેઈન કર્યા છે. ઉપરાંત ૧૦ દિવસથી વધારે સમય સુધી એક જગ્યાએ પડી રહેલા રપ૭ બિનવારસી વાહનો કબજે કર્યા છે. નંબર પ્લેટ વગરના તથા નંબર પ્લેટ છુપાવાવાનો પ્રયાસ કરનારા સૌથી વધારે ૪૯૮ વાહન ઝોન-૪માંથી ડીટેઈન કરાયા છે.

ઈ-મેમોથી બચવા લોકો નંબર પ્લેટ પર છાણ લગાડતા હોય છે, એક ખુણોવાળી દેતા હોય છે. કે ચુંદડી બાંધી દેવા જેવા નુસખાં અજમાવતા હોય છે. લુંટ સહીતના ગુનામાં નંબર પ્લેટ વગરના વાહનનો ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવતા ટ્રાફીક પોલીસે ૧૦થી ૧૯ ફેબ્રુઆરી સુધી ડ્રાઈવ ચલાવી હતી. ટ્રાફીક જેસીપી એન.એન. ચૌધરીએ જણાવ્યુંહ તું કે, તમામ વાહનો ડીટેઈન કરાયાં છે.

સાથે જ આવનારા દિવસોમાં ફરી એક વખત આવી ડ્રાઈવનું પણ આયોજન કરાશે, જેમાં ઈમેમો જનરેટ ન થાય તે માટે વાહનચાલકો નંબર પ્લેટ સંતાડવામાં નવા નવા કીમીયાઓ કરતા હોય છે. પરંતુ આવી ડ્રાઈવ કરીને આવા વાહનો ડીટેઈન કરાશે. વાહનચાલક પકડાય ત્યારે નંબર પ્લેટ તૂટી ગઈ હોવાનો, પ્લેટ પર કાદવ ચોટયો હોવાનો અકસ્માતમાં નંબર વળી ગઈ હોવાનો તેમજ કલર કામ વખતે નંબર પર કલર ચોટી ગયાના બહાના બતાવતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.