Western Times News

Gujarati News

જાપાનમાં અનોખો વર્લ્ડ રેકોર્ડ, એક જ નામના ૧૭૮ લોકો સ્ટેજ પર પહોંચ્યા

(એજન્સી) મોસ્કો, તાજેતરમાં જ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વધુ એક રેકોર્ડ ઉમેરાયો છે. જાે કે આ થોડો અલગ છે. જેના વિશેે જાણીને તમે પણ દંગ રહી જશો. આ એક જ જગ્યાએ એક જ નામ ધરાવતા ઘણા લોકોના ભેગા થવાનો રેકોર્ડ છેે. જે ખરેખર રસપ્રદ છે. 178 Hirokazu Tanakas set new namesake-gathering world record

તમે તમારી શાળા, કોલેજ કે ઓફિસમાં એક જ નામના એક કે બે કે વધુમાં વધુ ત્રણ-ચાર લોકોનેે જાેયા હશે. પરંતુ જાપાનમાં એક બે નહીં પરંતુ એક જગ્યાએ એક જ નામના ૧૭૮ લોકો એક જગ્યાએ અને એક જ સમયે હાજર થયા હતા. જેમનુૃં નામ મંગળવારે ગિનીસ વલ્ડ રેકોર્ડ (જીડબયુઆર)માં સામેલ થઈ ગયુ છે.

વાસ્તવમાં ટોકયોના શિબુમાં જીલ્લાના એક ઓડીટોરીયમમાં હિરાકાઝુ તનાકા નામના ૧૭૮ લોકો એક જ જગ્યાએ એકઠા થયા હતા. જેણે ખરેખર એક આશ્ચર્યજનક વાતાવરણ ફેલાવી દીધુ હતુ. વિશેષ વાત તો એ હતી કે આ કાર્યક્રમનેેે ‘સમાન નામ’ના લોકોનો સૌથી મોટો મેળાવડો એવુુ નામ આપવામાં આવ્યુ હતુ.

જે હવેે વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છ. અમે આપને જણાવી દઈએ કે આ પહેલાં માર્યા સ્ટુઅર્ટસ નામના ૧૬૪ લોકોએ વર્ષ ર૦૦પમાં અમેરીકામાં એક સાથે આવીને આ રેકોર્ડ બનાવ્યો હતો. એવુૃ કહેવામાં આવેી રહ્યુ છે કે ે આ સમગ્ર કાર્યક્રમનો માસ્ટરમાઈન્ડ હીરોકાઝુ તનાકા હતો. જે ટોકયોનો એક કોર્પોરેટ કર્મચારી હતો.

જેનો આઈડીયા એક જ નામના લોકોને એક સાથે લાવવાનો હતો. વધુમાં આપને જણાવી દઈએ કે આ મેળાવડામાં સૌથી નાનો હિરોકાઝુ તનાકા ત્રણ વર્ષનો હતો. જ્યારે સૌથી મોટો હીરોકાઝુ તનાકા ૮૦ વર્ષનો વૃધ્ધ હતો. ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જાપાને આ વિડીયો સોશ્યલ મીડીયા પ્લેટ ફોર્મ પર તેના સતાવાર ટિ્‌વટર હેન્ડલથી શેર કર્યાે છે.

આ વિડીયોને અત્યાર સધીમાં ૧ મિલીયનથી પણ વધુ લોકો જાેઈ ચુક્યા છે. એ જ સમયેે આ વિડીયોનેે ૪૦ હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છેે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.