18 કેરેટ ગોલ્ડમાં બનેલું તનિષ્કનું ‘કલર મી જૉય – ધ કાર્નિવલ એડિટ’ કલેકશન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/12/TanishqMAI_3854-1024x1037.jpg)
તનિષ્ક પ્રસ્તુત કરે છે – ‘કલર મી જૉય – ધ કાર્નિવલ એડિટ’
તહેવારોની સિઝનના જીવંત રંગોમાં ડૂબી જાવ તથા આકારો અને છાંટના અનોખા સંયોજન સાથે કોઈ પણ પ્રકારના ખચકાટ વિના, ઉત્સાહ અને જીવંતતા સાથે એની મજા માણો. ટાટા હાઉસની ભારતની સૌથી મોટી જ્વેલરી બ્રાન્ડ તનિષ્કે એની પ્રથમ પ્રકારનું કોકટેલ કલેક્શન ‘કલર મી જૉય – ધ કાર્નિવલ એડિટ’ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. રત્નોની લાગણીમાં સેટ રંગોની સિમ્ફની દ્વારા પ્રેરિત આ જ્વેલરીનું ઉત્કૃષ્ટ કલેક્શન છે.
આ કલેક્શન ઉત્સાહ જગાવે છે તથા મુક્ત ઉડાનને પાંખો આપતી, પ્રેરિત કરતી અને પ્રોત્સાહન આપે એવી ડિઝાઇન ધરાવે છે. કલર મી જૉયે કાર્નિવલ અને એની રંગીન ભવ્યતામાંથી પણ પ્રેરણા મેળવી છે. આ વિશિષ્ટ કલેક્શનમાં જ્વેલરીના આકર્ષક પીસો કાર્નિવલ રાઇડ, કાર્નિવરની ધામધૂમની તારાની ચમક,
રંગબેરંગી નાની ચીજવસ્તુઓ અને કાર્નિવલના સરઘસો વગેરે દ્વારા પ્રેરિત છે. આ કલેક્શન હીરા અને રંગીન રત્નોના વિશિષ્ટ મિશ્રણ સાથે શુદ્ધ ગ્લેમર અને આકર્ષકતા ઉત્પન્ન કરે છે. રત્નોમાં એક્વામેરિન, નીલમ, પન્ના, ગુલાબી ઓપલ અને બ્લૂ ટોપાઝ (વાદળી પોખરાજ) સામેલ છે, જે કાર્નિવલની ભવ્ય ઉજવણીનો માર્ગ પ્રશસ્ત કરે છે.
આ કલેક્શનના વિવિધ સ્વરૂપોમાં તમારાં મનપસંદ પીસ શોધો અને વાસ્તવિક સ્વપ્નની જેમ તમામ લાગણીઓને અનુભવો. તનિષ્કનું કલર મી જૉય કલેક્શન 18 કેરેટ ગોલ્ડમાં બનાવેલું છે, જેમાં શાનદાર કોકટેલ રિંગ, કફ બેંગલ, પેન્ડન્ટ સેટ અને ઇયરિંગના વિશિષ્ટ પીસ સામેલ છે,
જે ફેન્સી આકારના રંગીન રત્નો, બિનપરંપરાગત ડિઝાઇનોમાંથી તૈયાર કરેલી સુંદર ડિઝાઇનો ધરાવે છે. આ કલેક્શન વૈશ્વિક અપીલ ધરાવે છે. આ કલેક્શન સ્ટાઇલના શોખીનો માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે અલગ-અલગ લૂકમાં જ્વેલરી પીસને સ્ટાઇલ આપી શકે છે, જે વિવિધ વસ્ત્રોના વિકલ્પો માટે જરૂરી સુંદરતાને અનુરૂપ છે, જે તમે ખાસ પ્રસંગો, સોઇરી, કોકટેલ અને લંચઓન પાર્ટીઓ માટે યોગ્ય છે.
આ આકર્ષક કલેક્શનની પ્રસ્તુતિ પર ટાઇટન કંપની લિમિટેડના ચીફ ડિઝાઇન ઓફિસર સુશ્રી રેવતી કાંતે કહ્યું હતું કે, “તનિષ્ક સંસ્કૃતિ, સ્ટાઇલ અને યુગોથી પર જ્વેલરી સાથે મહિલાઓના અસ્તિત્વની હંમેશા ઉજવણી કરે છે. આપણે સ્વઅભિવ્યક્તિના નવા યુગમાં હોવાથી તનિષ્કની ડિઝાઇનો આધુનિક સિલહટ સાથે પ્રેરિત પ્રભાવશાળી લાગણીને વ્યક્ત કરે છે.
અમારું કલર મી જૉય – ધ કાર્નિવલ એડિટ કલેક્શન આજની મહિલાઓને સમર્પિત છે, જેઓ માને છે કે, જીવન કાર્નિવલથી કમ નથી અને બિનદાસ્ત વિચારો કે આદર્શો વ્યક્ત કરીને પોતાના ખરાં સ્વરૂપમાં વિશ્વાસ ધરાવે છે. ઉત્કૃષ્ટ રીતે ડિઝાઇન કરેલું આ કલેક્શન બ્રિલિયન્ટ, ફેન્સી-કટ ડાયમન્ડ અને બ્રાઇટ અર્ધકિંમતી રંગીન રત્નોનો વિશિષ્ટ, અલગ અને જીવંત
સમન્વય છે, જે ખરાં અર્થમાં મહિલાનાં જીવંત વ્યક્તિત્વની ઉજવણી છે. આ કલેક્શન તેને ધારણ કરનાર મહિલાની સ્ટાઇલમાં વધારો કરશે અને સ્વાભાવિક રીતે અજોડ વ્યક્તિત્વને વ્યક્ત કરશે. અમને આશા છે કે, અમારું લેટેસ્ટ કલેક્શન તમને ખુશ કરશે, કારણ કે તમે આ સિઝનમાં રંગોના સ્વરૂપો અને સિમ્ફનીમાં ડૂબી જશો.”
કલર મી જૉય તનિષ્કમાં આકર્ષક અને ઉત્કૃષ્ટ કળાત્મક ડિઝાઇનોની ઉજવણી છે. આ વિશિષ્ટ કોકટેલ કલેક્શન રૂ. 1 લાખથી શરૂ થાય છે તથા તનિષ્કના પસંદગીના સ્ટોરમાં અને તનિષ્કની ઇ-કોમર્સ સક્ષમ વેબસાઇટ https://www.tanishq.co.in/shop/colour-me-joy પર ઉપલબ્ધ છે.