18 IAS અને 8 IPS અધિકારીઓની બદલીના આદેશ કરાયા
(એજન્સી)ગાંધીનગર, લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં એક સાથે ૧૮ આઈએએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. ગુજરાતમાં બદલીઓનો દોર શરૂ થયો છે, ફરી એક વાર ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરાયો છે. સિનિયર ૧૮ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. આ ઉપરાંત રાજ્યના ૮ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલમાં મુકાયા છે. અધિક મુખ્ય સચિવ એમ કે દાસને મુખ્યમંત્રી કાર્યાલયમાં મુકાયા અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ સોપાયો. આઈએએસ અધિકારીઓની બદલીમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક સચિવ સુનૈતા તોમરને શિક્ષણ વિભાગના અધિક સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.
ઉપરાંત તેમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના એડિશ્નલ ચીફ સેક્રેટરી તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયના અધિક સચિવ પંકજ જોશીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે રેવન્યૂ વિભાગના મુખ્ય અધિક સચિવ મનોજ કુમાર દાસને ગૃહ વિભાગમાં મુકવામાં આવ્યાં છે.
સિનિયર આઈએસ અધિકારીઓની બદલી આ પ્રમાણે છે
– સુનયના તોમર શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ
– ડૉ. જયંતિ રવીને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ
– એસ. જે. હૈદરને ઉર્જા અને પેટ્રો કેમિકલના અધિક મુખ્સ સચિવ
– ડૉ. ટી નટરાજને નાણાં વિભાગના મખ્ય સચિવ બનાવ્યા
– નવા શિક્ષણ સચિવ બન્યા મુકેશ કુમાર
– રાજીવ ટોપનો ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ
– મનોજ દાસની મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમુણક
– પંકજ જોશીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટના વધારાનો હવાલો
– જયંતિ એસ રવિ મહેસુલ વિભાગમાં અધિક મુખ્ય સચિવ
– અંજુ શર્માની એસીએસ કૃષિ અને વેલફેર તરીકે નિમુણક
– જેપી ગુપ્તા ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગના અધિક મુખ્ય સચિવ
– મમતા વર્માની એસીએસ ઉદ્યોગ અને ખાણ તરીકે નિમુણક
– ડૉ.એસ મુરલીકૃષ્ણનને ચૂંટણી પંચ માં આયુક્ત સ્પેશલ ડ્યૂટી
– વાહન વ્યવહાર કમિશનર તરીકે અનુપમ આનંદ