Western Times News

Gujarati News

ગરબા ગાઈને નોંધાવ્યો પાસ પર લગાવાયેલો 18 ટકા GSTનો વિરોધ

પ્રતિકાત્મક

હવે ગરબાના પાસ પર ૧૮ ટકા જીએસટી: ખેલૈયામાં રોષ-ગરબાના પાસ પર GSTનો વડોદરામાં કોંગ્રેસે કલેક્ટર કચેરીએ ગરબા ગાઈને નોંધાવ્યો વિરોધ

(એજન્સી)અમદાવાદ, કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી લોકો મન મૂકીને ગરબે ઘૂમી શક્યા નથી. ત્યારે આ વખતે લોકોને આશા હતી કે, કોઈ વિધ્ન વિના ગરબે ઘૂમવા મળશે. પરંતુ રાજ્ય સરકારે ખેલૈયાઓને મોટો ઝટકો આપી દીધો છે. ગુજરાત સરકાર દ્વારા ગરબાના પાસ ઉપર ૧૮ ટકા ય્જી્‌ની જાહેરાત કરી છે.

તેને લઈ ખેલૈયાઓમાં ભારે નારાજગી છે. ગરબા આયોજકોએ પણ સરકારના આ ર્નિણય સામે રોષ વ્યક્ત કર્યો છે. વિરોધ પક્ષોએ પણ સરકારના આ ર્નિણયનો વિરોધ કર્યો છે. વડોદરામાં કલેક્ટર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને પહોચ્યા હતા અને ગરબા ગાઈને વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટી (આપ)ના ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો હતો.

સરકારે ૨૦૨૨ સિઝન માટે ગરબાના સિઝન પાસ પર ૧૮ ટકા જીએસટી લાદ્યો છે. તેથી આ વખતે ગરબા રમવા મોંઘા પડશે. જીએસટી વધારાની અસર સીધી ખેલૈયાઓના ખિસ્સા પર પડવાની છે. જેના લીધે ખેલૈયાઓમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે.

જાેકે, ડેઈલી પાસમાં જીએસટી ચૂકવવો નહીં પડે. વડોદરાા યુનાઈટેડ વે સહિત ચાર મોટા ગરબા આયોજકોએ જીએસટી લાગુ કરી દીધો છે. જણાવાયા મુજબ, સિઝન પાસ પર જીએસટી લગાવાતા વડોદરાના જ ૧ લાખથી વધુ ખેલૈયાઓએ ગરબા રમવા માટે દોઢ કરોડથી વધુ જીએસટી પેટે ચૂકવવા પડશે.

જ્યારે રાજકોટના ૫૦ હજારથી વધુ ખેલાયાઓએ ૧ કરોડથી વધુનો જીએસટી આપવો પડશે. અમદાવાદમાં તો આ આંકડો ઘણો મોટો હશે. ગરબા આયોજકોનું કહેવું છે કે, મૂવી જાે ટેક્સ ફ્રી થઈ શકતી હોય તો, માતાજીના ભક્તિના તહેવારની ઉજવણી પર કેમ ટેક્સ લગાવાઈ રહ્યો છે?

ગરબા આયોજકોએ કેટલી આવક પર જીએસટી ચૂકવવો પડશે અને કેટલા રૂપિયાના પાસ પર જીએસટી લાગશે તે અંગે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. ખેલૈયાઓ માટે તો નવરાત્રીનો તહેવાર ઘણો મોંઘો બની ગયો છે. કેમકે, ચણિયા ચોળી પર ૫ ટકાથી ૧૨ ટકા જીએસટી લાગે છે.

જેમાં ૧ હજારથી ઓછી કિંમતની ચણિયા ચોળી પર ૫ ટકા અને ૧ હજારથી વધુ કિંમતની ચણિયા ચોળી પર ૧૨ ટકા જીએસટી લાગે છે. જાેકે, સરકારે જ્યારથી જીએસટી લાગુ કર્યો છે, ત્યારથી ચણિયા ચોળી પર જીએસટી લેવાઈ રહ્યો છે. હવે, સીઝન પાસ પર જીએસટી લગાવી દેવાતા ખેલૈયાઓના ખિસ્સા પર ભાર વધી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.