32 કલાક બાદ બોરવેલમાં પડી ગયેલી 18 વર્ષની યુવતીને બહાર કઢાઈઃ તબીબે મૃત જાહેર કરી
ભુજના કંડેરાઈ ગામમાં યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હતી
(એજન્સી)ભુજ, કચ્છથી કે જ્યાં એક યુવતી બોરવેલમાં ખાબકી છે. ભુજના કંડેરાઇ ગામમાં ૧૮ વર્ષની યુવતી બોરવેલમાં પડી હોવાની માહિતી મળી હતી. આ યુવતી ૫૪૦ ફૂટ ઊંડા બોરવેલમાં યુવતી પડી હોવાની માહિતી. ભુજ ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે. બચાવ ફાયરની ટીમ પણ કામગીરીમાં જોડાઇ હતી.
32 કલાક બાદ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. જે બાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી છે. હાલ પોલીસ પ્રશાસન દ્વારા યુવતીના પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભૂજની યુવતીનું તંત્રએ રેસ્ક્યૂ કર્યું હતું. જે બાદ યુવતીને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, 500 ફૂટ ઊંડા બોરવેલમાં 32 કલાક સુધી ફસાયેલી યુવતીનું મોત થયું છે. તંત્ર માટે પણ રેસ્ક્યૂ ઓપરેશન ચેલેન્જિંગ રહ્યું હતું.
એનડીઆરએફની ટીમને પણ જાણ કરાઈ હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે.સ્થાનિક લોકો તથા તેના પરિવારજનોના જણાવ્યા મુજબ યુવતી સોમવારે ૫ વાગ્યા બાદ ગુમ થઈ હતી અને તેની શોધખોળ કરતા સોમવારે સવારે માલુમ પડ્યું હતું કે યુવતી સંભવતઃ તે બોરવેલમાં પડી ગઈ હતી અને તેને લઈને હાલ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ આરંભી હતી.
108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ ખડેપગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજન પહોંચાડી રહ્યા હતા. ઘટનાની જેમ જેમ જાણ થઈ રહી છે તેમ તેમ આસપાસના લોકો એકઠા થઇ રહ્યા છે. ભીડના કારણે બચાવ કામગીરી પર કોઈ અસર ના પડે તે માટે પોલીસ કર્મચારીઓ હાજર લોકોને દૂર રહેવા સૂચના આપી રહ્યા છે. મુખત્વે ખેતી અને પશુપાલનનો વ્યવસાય ધરાવતું નાનું ગામ દુઃખદ બનાવથી ગમગીન થઇ ગયું છે.
કચ્છ પશ્ચિમ કચ્છના એસપી, એસડીએમ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ આ તમામની ટીમ છે તે હાલ તે ઘટનાસ્થળે છે અને યુવતીને ઓક્સિજન મળે તે માટે કામગીરી ચાલુ કરી છે. ખાસ કરીને યુવતીની શું સ્થિતિ છે તે જાણવા માટે બોરવેલમાં કેમેરા નાખવામાં આવ્યા. રેસ્ક્યૂ ટીમને યુવતી બોરવેલમાં હોવાના પુરાવા મળ્યા છે. ૪૯૦ ફૂટ ઊંડે યુવતી હોવાનું કેમેરામાં કેદ થયુ છે.
યુવતી જીવિત છે કે નહી તે અંગે તપાસ ચાલુ છે. એનડીઆરએફની ટીમ છે તેને પણ ગાંધીનગરથી બોલાવવામાં આવે એનો કોલ આપી દેવામાં આવે છે જેથી તે ટીમ પણ બચાવ અને રાહત કામગીરી માટે પહોંચશે. હાલ યુવતીની શું સ્થિતિ છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. કચ્છના તમામ મહત્વના જે વિભાગો છે તેમના અધિકારીઓ હાલ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને તમામ પ્રકારની મદદ યુવતીને મળે તે માટેની સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન છે તે હાલ શરૂ કરવામાં આવ્યું છે.
બોરવેલમાં યુવતીને ઓક્સિજન મોકલવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. કલેકટર અમિત અરોરા ઘટનાસ્થળે પહોંચ્યા છે. કલેકટરે સ્થિતિ અંગે માહિતી મેળવી. એનડીઆરએફની ટીમ પણ બચાવ કાર્યમાં જોડાશે.