Western Times News

Gujarati News

ગૃહ કંકાસમાં ૪ દિવસથી ભટકતી મહિલાને ૧૮૧ અભયમે પરિવાર સાથે મિલન કરાવ્યું

(પ્રતિનિધિ) બાયડ, ગુજરાતમાં મહિલાઓને કોઇપણ પ્રકારની ઘરેલું હિંસા હોય કે શારીરિક-માનસિક કે જાતિય સતામણી હોય કે પછી અન્ય કોઇ મુશ્કેલી હોય તેમના માટે સુરક્ષાનું ચક્ર બનીને સતત ૨૪ કલાક અભયમની ટીમ કાર્યરત રહીને મહિલાઓને મુશ્કેલીના સમયમાં હૂંફ અને સધિયારો પૂરો પાડી રહી છે.અરવલ્લી જીલ્લા ૧૮૧ અભયમ હેલ્પલાઈન અનેક પીડિત મહિલાઓ અને યુવતીઓ, સગીરાઓ માટે દેવદૂત સાબિત થઇ રહી છે.

બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક મહિલા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં રડતી હાલતમાં પહોંચતા ટાઉન પોલીસ મહિલાની માનસિક સ્થિતિનો તાગ મેળવી ૧૮૧ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતા અભયમની ટીમ ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોંચી મહિલાનું કાઉન્સલીંગ કરી તેના ઘરે પહોંચી પરિવાર સાથે મિલન કરાવતા ચાર ચાર દિવસથી મહિલાની શોધખોળ કરતા પરિવારજનોની આંખોમાંથી હર્ષના અશ્રુ સરી પડ્યા હતા.

અરવલ્લી ૧૮૧ અભયમ ટીમના કાઉન્સિલર ચેતના ચૌધરી અને તેમની ટીમ ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોંચી સતત રડતી મહિલાને સાંતવના આપતા મહિલા બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની હોવાનું જણાવી ગામ કે પરિવારના સદસ્યો અંગે માહિતી આપવાનો નનૈયો ભણતા ટીમ પણ મૂંઝવણમાં મુકાઈ હતી મહિલાને હિંમત આપતા આખરે મહિલા ચાર દિવસ અગાઉ પતિ સાથે ઝગડો થતા ઘર છોડી નીકળી ગઈ હોવાનું જણાવ્યું હતું મહિલાએ ગામનું નામ આપતા બાયડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ગામના સરપંચનો સંપર્ક કરી પરિવારજનોનો સંપર્ક કરી મહિલાને લઈને તેના ઘરે પહોંચ્યા હતા સતત ચાર દિવસથી મહિલાને શોધતા પરિવારજનો પણ ખુશીથી ઝૂમી ઉઠ્‌યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.