પાલડી જલારામ મંદિરના ર૪મા પાટોત્સવ નિમિત્તે ભજન કાર્યક્રમ
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા જાણીતા જલારામ મંદિરના ર૪મા પાટોત્સવ નિમિત્તે રવિવારે સવારથી જ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તસ્વીરમાં સંતવાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી જલારામ સદાવ્રત પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ, જલારામ મંદિર પાલડીનો 24 મો પાટોત્સવ તા. 13-10-2019 રવિવારના રોજ આસો સૂદ પૂનમ (શરદ પૂનમ)ના દિને પાલડી મંદિરમાં યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પાલડી જલારામ મંદિરમાં બિરાજમાન દેવી દેવતાઓની યજમાનો દ્વારા પૂજનવિધી, મહાઆરતી,મહાપ્રસાદ તેમજ ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. સુપ્રસિધ્ધ ભક્તરાજ કથાકાર તથા કિર્તનકાર જાણીતા મુકેશભાઈ ભટ્ટનો ભજન કાર્યક્રમમાં શ્રધ્ધાળુઓએ ભાગ લીધો હતો.
(તસ્વીરઃ- જયેશ મોદી)