Western Times News

Gujarati News

રાજ્યની નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ૧૮૮૫ શિક્ષકો લાયકાત વિનાના

અમદાવાદ, રાજ્યના નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં લાયકાત વિનાના શિક્ષકો બાળકોને ભણાવતા હોવાનો સરકારે લેખિતમાં સ્વીકાર કર્યો હતો. વિધાનસભામાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલના સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યની નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં RTEની જાેગવાઇ મુજબ લાયકાત ના ધરાવતા શિક્ષકો હોવાનું સામે આવ્યું છે.

શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો લેખિતમાં સ્વીકાર કર્યો હતો કે રાજ્યની નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ૧૮૮૫ શિક્ષકો લાયકાત વગરના છે. રાજ્યની ૭૬૦ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં લાયકાત વગરના શિક્ષકો હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાના બીજા દિવસે કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

બીજી તરફ રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ઘટનો મુદ્દો પણ ગૃહમાં ગૂંજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજાેમાં NAACની માન્યતાને લઈને સવાલ પૂછ્યો હતો જેના જવાબમાં સરકારે સ્વીકાર કર્યો હતો કે ગુજરાતમાં ૮૮ યુનિવર્સિટીઓ અને ૨ હજાર ૩૭૧ કોલેજાે પાસે NAACની માન્યતા નથી અને ૨૦ યુનિવર્સિટી તથા ૯૭ કોલેજ પાસે જ NAACની માન્યતા છે.

બાકી રહેલી યુનિવર્સિટી અને કોલેજને માન્યતા મેળવવા માટે સૂચના આપવામાં આવી છે. બીજી તરફ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ અંગે સરકારે સ્વીકાર કર્યો હતો કે રાજ્યની ૯૨૬ સ્કૂલો માત્ર એક જ શિક્ષકથી ચાલે છે.

એક શિક્ષકથી ચાલતી સૌથી વધુ શાળાઓ કચ્છ અને મહિસાગર જિલ્લામાં છે. તો તાપી, નર્મદા અને બનાસકાંઠા જિલ્લામાં પણ એક જ શિક્ષક ધરાવતી સ્કૂલોની સંખ્યા ૫૦થી વધુ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.