અતુલ ખાતે ૧૮ મો ઉલ્હાસ કપ ઈન્વીટેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ
(પ્રતિનિધિ) વલસાડ, ઉલ્હાસ જીમખાના અતુલ આયોજીત ૧૮ મો ઉલ્હાસ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. ૦૩/૦૨/૨૦૨૩ ના રોજ મુખ્ય અતિથિ અતુલના જનરલ મેનેજર (સીકયુરીટી) શ્રી ગુરદિયાલ સિંઘ, ઉલ્હાસ જીમખાના જનરલ સેક્રેટરી શ્રી જે.ડી પટેલ, ક્રિકેટ સેક્રેટરી શ્રી હોમિયાર કાસદ ના શુભ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતું
આ ટુર્નામ ન્ટ અંગેની માહિતિ આપતા ઉલ્હાસ જીમખાના જનરલ સેક્રેટરી શ્રી જે.ડી પટેલે એ જણાવ્યુ હતુ કે આ ટુર્નામે જે માં અમદાવાદથી મુંબઈ સુધીની નામાંકિત કંપની અને કલ્બોની ટીમો જેવી કે બીરલા કોપર, (દહેજ), ભાર ગાંધીનગર ક્રિકેટ ટીમ, અમદાવાદ, Q.N.G.C (એકેલેશ્વર), G.N.F.C (ભરુચ) સની સ્પોર્ટસ દીપલી, (સુરત) આલોક ઈન્ડસ્ટ્રીઝ (સેલવાસા), મેટ્રો ક્રિકેટ કલબ (સેલવાસા),માંગેલા ઈલેવન (મુંબઈ), નવ ચેતન ઈલેવન (મુંબઈ), યુનાઈટેડ ક્રિકેટ કલબ (વસઈ), તેમજ યજમાન ટીમો મળી ટોટલ ૩૨ ટીમોએ ભાગ લીધો હોય, તે પૈકી પ્રથમ મેચ બીરલા કોપર (દહેજ) વિરુધ્ધ મેટ્રો ક્રિકેટ કલબ (સેલવાસા) વચ્ચે રમાઈ હતી, બીરલા કોપરની ટીમે પ્રથમ દાવ લેતા, નિર્ધારિત ૪૦ ઓવરમાં ૧૮૨ રન બનાવ્યા હતા. તેના જવાબમાં મેટ્રો ક્રિકેટ ક્લબ સેલવાસા ની ટીમે ૮ વિકેટના ભોગે ૧૮૬ રન બનાવી વિજય પ્રાપ્ત કર્યો હતો,