19 ઓગસ્ટ થી અમદાવાદ-પટના સ્પેશિયલમાં દિવ્યાંગજનો માટે અતિરિક્ત કોચ
અમદાવાદ, પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 12947 / 12948 અમદાવાદ – પટના અઝીમાબાદ એક્સપ્રેસ જે વર્તમાન માં ટ્રેન નંબર 02947 / 02948 અમદાવાદ – પટના સ્પેશિયલ ના રૂપ માં ચલાવામાં આવી રહી છે. આમાં દિવ્યાંગજનો માટે અતિરિક્ત કોચ ની સુવિધા ઉપલબ્ધ કરાઈ રહી છે. મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા એ જણાવ્યું હતું કે અગાઉ આ ટ્રેન માં ગાર્ડ ના ડબ્બા સાથે ફક્ત લગેજ અને પાવર જનરેટર ની સુવિધા જ ઉપલબ્ધ હતી. જેને યાત્રીઓની માંગ અને સુવિધા માટે હવે 19 ઓગસ્ટ, 2020 થી અમદાવાદ થી તથા 21 ઓગસ્ટ 2020 થી પટના થી ટ્રેન માં સ્થાઈ રૂપ થી દિવ્યાંગજનો અને નાગરિકો ને બેસવા માટે અલગ-અલગ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.જેનાથી ઉપરોક્ત શ્રેણી ના યાત્રી આરામ થી મુસાફરી કરી શકશે.