19 ડિસેમ્બરે કોલકાતામાં ખેલાડીઓની હરાજી થશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ 13મી સીઝન માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરના રોજ કોલકાતામાં થશે. પહેલી વખત હરાજી કોલકાતામાં યોજાશે. ખેલાડીઓની ટ્રેડિંગ વિંડો 14 નવેમ્બરે બંધ થઇ જશે. ઇએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, આઠ ફ્રેન્ચાઈઝિયોને ટ્રેડિંગ વિંડો અંગે જાણકારી આપવામાં આવી છે. ગયા વર્ષે બધી ટીમોને 82 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, આ વર્ષની રાશિ તેની સરખામણીએ 3 કરોડ વધારે છે.
85 કરોડ રૂપિયા ઉપરાંત ગયા વર્ષે બચાવેલી રાશિનો ઉપયોગ પણ ટીમ હરાજીમાં કરી શકશે. ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સે હરાજીમાં સૌથી વધુ 8.2 કરોડ રૂપિયા બચાવ્યા હતા. જ્યારે રોયલ ચેલેન્જર્સે સૌથી ઓછા 1.8 કરોડ બચાવ્યા હતા. આ વખતે ફ્રેન્ચાઈઝિયોને 3 કરોડ રૂપિયા વધારે આપવામાં આવ્યા છે. ગયા વર્ષની ફાઇનલમાં ચેન્નાઇ સુપરકિંગ્સને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બન્યું હતું.