Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશમાં વરસાદને કારણે 19 જિલ્લાઓને એલર્ટ કરાયા- શાળા-કોલેજાે બંધ

ઉત્તરાખંડના દેહરાદૂન, ચંપાવત, નૈનીતાલ, ઉધમ સિંહ નગર, ટિહરી, પૌરી, બાગેશ્વર, ચમોલીમાં ભારે વરસાદની સંભાવના

લખનૌ, ઉત્તરપ્રદેશમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદ પડતાં લખનૌ સહિતનાં શહેરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત બીજા દિવસે ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી છે. આ ઉપરાંત વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. કેટલાક શહેરોમાં જનજીવન ખોરવાઈ ગયું છે.

તો શાળા-કોલેજાેમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ૧૯ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદથી મૃત્યુઆંક ૧૯ પર પહોંચ્યો છે. ઉત્તર પ્રદેશ ઉપરાંત નાગાલેન્ડમાં પણ ભારે વરસાદનાં કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તર પ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વના રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂસ્ખલન થતાં ૪ વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.

છેલ્લા ૩ દિવસોથી ઉત્તર પ્રદેશમાં રાજધાની લખનૌ સહિત અનેક જિલ્લાઓમાં સતત પડી રહેલા વરસાદથી સ્થિતિ બેકાબુ બની ગઈ છે. ભારે વરસાદના કારણે જન-જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. લખીમપુર અને બારાબાંકી જિલ્લામાં જિલ્લા અધિકારીએ આજે પ્રાઈમરીથી લઈને ધોરણ ૧૨ સુધીની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી છે.

જિલ્લા અધિકારી દ્વારા જારી કરવામાં આવેલા આદેશ પ્રમાણે મંગળવારે તમામ સરકારી અને ખાનગી સ્કૂલ બંધ રહેશે. આદેશનું પાલન ન કરવા પર શાળા સંચાલકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

વરસાદની સાથે-સાથે રાજ્યમાં વીજળીની ઘટનાઓ પણ ઘટી છે. ઘર ધરાશાયી થવાથી જાન-માલનું નુકશાન પણ થયું છે. ખેતરોમાં પાણી ભરાય જતા પાકને પણ નુકશાન થયું છે. રવિવાર રાતથી સોમવારે મોડી રાત સુધીમાં ૧૭ લોકોના મોતની સૂચના મળી છે.

વરસાદને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબંધિત જિલ્લાઓના અધિકારીઓને રાહત કાર્ય પૂર્ણ તત્પરતાથી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને વિસ્તારની મુલાકાત લઈને રાહત કાર્ય પર નજર રાખવા કહ્યું છે. તથા આપત્તિથી અસરગ્રસ્ત લોકોને અનુમતિપાત્ર રાહત રકમનું તાત્કાલિક વિતરણ કરવું અને પાણી ભરાઈ જવાના કિસ્સામાં ડ્રેનેજની અસરકારક વ્યવસ્થા કરવા કરવા જણાવ્યું છે.

અધિકારીઓને નદીઓના જળ સ્તરનું સતત નિરીક્ષણ કરવા કહ્યું છે. પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરીને તેનો અહેવાલ સરકારને આપવા જણાવ્યું જેથી અસરગ્રસ્ત ખેડૂતોને નિયમો મુજબ વળતરની રકમ મળી શકે. ઉન્નાવમાં વીજળી પડવાથી પશુઓના નુકસાનની નોંધ લેતા મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત પશુ ખેડૂતોને સહાયની અનુમતિપાત્ર રકમ આપવા સૂચના આપી છે.

૧૬ સપ્ટેમ્બર સુધી પૂર્વી ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તાર સહિત તરાઈ બેલ્ટ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લામાં ગાજ-વીજ સાથે હળવાથી મધ્ય વરસાદ પડી શકે છે. સુલ્તાનપુર, રાયબરેલી, અમેઠી, અયોધ્યા અને અંબેડકરનગરમાં મંગળવારે ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પૂર્વ યુપીના અનેક જિલ્લામાં ગાજ-વીજ સાથે વરસાદનું એલર્ટ છે.

ઉત્તરાખંડ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા ભાગો હવામાનની અસરનો સામનો કરી રહ્યા છે. યુપીમાં વરસાદની વિવિધ ઘટનાઓમાં ૧૧ લોકોના મોત થયા છે. જ્યારે ઉત્તરાખંડમાં આગામી ૭૨ કલાક સુધી ભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, રાજ્યના દેહરાદૂન, ચંપાવત, નૈનીતાલ, ઉધમ સિંહ નગર, ટિહરી, પૌરી, બાગેશ્વર, ચમોલી, અલ્મોડા, ઉત્તરકાશી, હરિદ્વાર અને બાગેશ્વર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે ગાજવીજ સાથે મૂશળધાર વરસાદની સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.