Western Times News

Gujarati News

૧૯ વર્ષ પહેલા પોલિસે સીલ કરેલી પેઢીમાંથી ચોરી કરનાર 3 પોલીસકર્મીઓને ૧૩ વર્ષની સજા

પ્રતિકાત્મક

૨૦૦૩માં LCB પોલીસે સીલ બંધ કરેલી પેઢીમાંથી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી.જેમાં ત્રણ પોલીસ કર્મીઓ ઉપર શંકા વ્યક્ત કરી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

૧૯ વર્ષ પહેલા શીલ બંધ પેટી માંથી મુદ્દામાલની ચોરી પ્રકરણમાં કોર્ટે ત્રણ પોલીસકર્મીઓને ૧૩ વર્ષની સજા ફટકારી-આરોપી અશ્વિનભાઈ સુકાભાઈ કટારાનું ચાલુ કેસ દરમ્યાન મોત થયું હતું

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ નિભાવતા પોલીસકર્મી તરીકેના ત્રણ પોલીસકર્મીઓ સામે પોલીસના કબ્જામાં રહેલા સીલ બંધ પેટી માંથી પોતાની સત્તાનો દુરુપયોગ કરી રોકડા રૂપિયાનો મુદ્દામાલને સગેવગે કરવાના પ્રકરણમાં ૧૯ વર્ષ પછી અંત આવતા ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચાલી જતા ત્રણેય પોલીસકર્મીઓને ૧૩-૧૩ વર્ષની સજાનો હુકમ કર્યો છે.જેના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

બનાવની ટૂંક વિગત એવી છે કે ભરૂચમાં પોલીસ વિભાગમાં પોલીસકર્મી તરીકે ફરજ નિભાવતા રસિકભાઈ જાતરભાઈ વસાવા,રાજેન્દ્રભાઈ પરસોતમભાઈ પટેલ અને અશ્વિનભાઈ સુકાભાઈ કટારા ગત વર્ષ ૨૦૦૩માં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હતા

અને તે દરમ્યાન તારીખ ૨૪/૦૭/૨૦૦૩ ના રોજ રાત્રિએ ૧૧ઃ૦૦ કલાકે પોતાની ફરજ દરમ્યાન એકબીજાના મેળાપીપળાથી ભરૂચ એલસીબી પોલીસ દ્વારા કબ્જે કરી રાખેલા શીલ બંધ પેટી માંથી પોતાની સત્તાનો દુરુપયોગ કરી રૂપિયા ૨૫.૦૪.૩૦૦ ચોરી કરેલ અને ખોટી હકીકત જાહેર કરેલ હતી જે અન્વયે આરોપીઓ ઉપર વર્ષ ૨૦૦૩ માં આઈપીસીની કલમ ૪૦૯ ૧૧૯.૧૨૦ (બી) અને ૨૦૧ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેનો કેસ ભરૂચ નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી ગયો હતો.

ભરૂચની નામદાર ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચાલી જતા સરકાર તરફે સરકારી વકીલ આર કે પટેલ અને ત્યાર બાદ સરકારી વકીલ એ.બી ધાસુરાનાઓની ધારદાર રજૂઆતોના અંતે તથા પુરાવાને ધ્યાને રાખી ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ પી.ડી જેઠવાઓની કોર્ટ દ્વારા આ કામના આરોપી પૈકી આરોપી નંબર ત્રણ મૃત્યુ પામતા તે સિવાયના બંને આરોપીઓને અલગ અલગ આઈપીસી એકની કલમો હેઠળ પ્રત્યેક આરોપીને ૧૩- ૧૩ વર્ષની સાદી કેદ તથા અલગ અલગ દંડ કરી કુલ રૂપિયા ૨૦.૦૦૦નો દંડ ફટકારતા પોલીસ બેડામાં મચી ગયો છે પોલીસના ઝાપટામાં રહેલી મુદ્દા માલની ચોરી અંગેનો વિવાદ આખરે ૧૯ વર્ષે અંત આવ્યો છે

૨૦૦૩માં એલસીબી પોલીસે સીલ બંધ કરેલી પેઢીમાંથી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી.જેમાં ત્રણ પોલીસ કર્મીઓ ઉપર શંકા વ્યક્ત કરી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને સંપૂર્ણ કેસ ત્રણ લોકો સામે ચાલી રહ્યો હતો.તે દરમ્યાન એક પોલીસ કર્મચારી અશ્વિનભાઈ સુકાભાઈ કટારાનું નિધન થતા તે સિવાયના અન્ય બે પોલીસ કર્મીઓને સજાનો હુકમ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટએ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.