સંતરામપુરમાં પુરઝડપે આવી રહેલ કારે બાઈકને ટકકર મારતાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત.

કારચાલક ને તેની સાથે ની વ્યક્તિને પોલીસ ધટના સ્થળે થી લઈ ગયેલ તેમ છતા પણ આરોપી સામે કાયદેસર કાર્યવાહી ના કરાઈ???આરોપી પોલીસ પકકડ થી દુર!!!!!!
આરોપી ને પોલીસ મથકે થી કોના ઈશારે જવા દેવાયેલ????
સંતરામપુર તાલુકા નાં બટકવાડા વધોસડાફળીયા નજીક સીમલીયા વડલાફળીયા ચોકડી પર આનંદપુરી તરફથી પુરઝડપે આવી રહેલ ફોરવહીલ કાર નં.જીજે 17બીએ 6003ના કારચાલકે મોટરસાઈકલ નં.જીજે 09cg 0425 ને ટકકર મારી અકસમાત કરતાં મોટરસાઈકલ ચાલક ને અન્ય ને ગંભીર ઈજા થતાં 108 મારફતે ઈજાગ્રસ્તો વિજયભાઇ ને નારણભાઈ પ્રતાપ ને સારવાર માટે ખાનગી દવાખાના માં લઈ જવાયેલ.
આ અકસમાત ની ધટના ધટતા ધટના સથળેજ લોકોનાં ટોળાં ભેગા થઈ ગયા હતાં અને અકસમાત કરનાર ગાડી ચાલક ને તેની સાથે ની વયકતિ ને લોકોએ પકડી પાડેલ અને ધટના ની જાણ પોલીસ ને કરતાં સંતરામપુર પોલીસે ધટના સ્થળે દોડી આવેલ અને બનાવ ની જાણકારી મેળવી ને અકસમાત કરનાર ગાડી ચાલક ને તેની સાથે ની વયકતિ ને પોલીસ મથકે લઈ આવેલ.
આ ધટના સંદઁભમાં બનાવ નાજ દિવસે રાત્રે આઠેક વાગે મીનાબેન પારગી એ સંતરામપુર પોલીસ મથકે ફયાઁદ આપેલ.આ ગંભીર અકસમાત ની ધટના માં પોલીસે ત્વરીત ગુનો દાખલ નહીં કરાતાં ને બીજે દિવસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
ઉલ્લેખનીય છે કે આધટના માં 22.4ના રોજ સાંજે ચાર વાગે બનાવ બનેલ ને સંતરામપુર પોલીસ પોલીસ જીપ લઈને ધટના સ્થળે દોડી આવેલ અને અકસમાત કરનાર ગાડી ચાલક ને તેની સાથે ની વયકતિ ને પોલીસ જીપ માં બેસાડીને સંતરામપુર પોલીસ મથકે લઈ ગયેલ તેમ છતા પણ આ અકસમાત કરનાર ઈસમો ને પોલીસે અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નહીં ને આ ઈસમો ને પોલીસ મથકે થી કોના ઈશારે જવા દેવાયેલ તે એક તપાસ નો વિષય બનેલ છે.
આ ગંભીર અકસમાત ની ધટના માં પોલીસ ની કામગીરી પ્તયે શંકા કુશંકા ની લાગણી જોવાય છે.આ ધટના સંદઁભમાં અકસમાત કરનાર ગાડી ચાલક ને તેની સાથે ની વયકતિ ને પોલીસ દવારા હજુ સુધી ગુનો દાખલ કરાયેલ હોવા છતાં પણ તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે લ જોવા મળતી નથી.
આગુના માં સંડોવાયેલ આરોપીઓ ને પોલીસ પકડી ને અકસમાત માં ઈજાપામનાર ગરીબ આદિવાસી ઈજાગ્રસ્તોને ન્યાય અપાવશે ખરી???
ઈન્દ્રવદન વ પરીખ.