આંધ્રપ્રદેશના ચોરીના ગુનામાં પોલીસને હાથતાળી દઈ નાસતા ફરતા કાળુ રૂમાલ હઠીલાને બાતમીને આધારે ગરબાડા પોલીસે ઝડપી પાડી

દાહોદ,આંધ્રપ્રદેશના ઘરફોડ ચોરીના ૩ ગુનામાં સંડોવાયેલ અને પોલીસને હાથતાળી દઈ નાસતા ફરતા ગુલબાર ગામના રીઢા ઘરફોડિયા કાળુ રૂમાલ હઠીલાને બાતમીને આધારે ગરબાડા પોલીસે ઝડપી પાડી આંધ્ર પોલીસને સુપરત કરવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડા ના પી.એસ.આઇ જે એલ પટેલ પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમને સાથે રાખીને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે આંધ્ર પ્રદેશના ત્રણ જેટલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ગુલબાર ગામનો રીઢો ઘરફોડીયો કાળુભાઈ રૂમાલભાઈ હઠીલા બહારગામ મજૂરીએ થી તેના ઘરે આવેલ છે.
જે બાતમીને આધારે ગરબાડા પોલીસની ટીમે કુલ બાર ગામે તેના ઘરે જઈ તપાસ કરતાં કાળુ રૂમાલ હઠીલા તેના ઘરે મળી આવતા ગરબાડા પોલીસે તેને કોર્ડન કરી ઘેરી લઈ દબોચી લીધો હતો અને ગરબાડા પોલીસ સ્ટેશનમાં લાવી સઘન પૂછપરછ હાથ ધરી હતી અને આંધ્રપ્રદેશની પોલીસને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરી છે.